ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, (અમદાવાદ) દ્વારા કોલેજમાં સહકારી શિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય પી.વી.બારસીયાએ આ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો, તેમાં 32 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તાલીમના ભાગરૂપે તાલીમાર્થી વિદ્યાર્થીઓને દૂધ ઉત્પાદક સહકારી ડેરીની મુલાકાત કરાવવામાં આવી હતી. તાલીમાર્થીઓ ડેરીની કામગીરીથી વાકેફ થયા હતાં.
તાલીમના ભાગરુપે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવતા તેમાં 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કટારા દેવાય કરશનભાઈ, દ્વિતીય ક્રમે પટાટ પ્રતીક્ષા લક્ષ્મણભાઈ અને તૃતીય ક્રમાંક માણેક પાયલ વેરશીભાએ મેળવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના આશ્લેષ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને સહકારી તાલીમ આપવામાં આવી હતી. તાલીમના સમાપન સમારંભમાં પ્રિન્સિપાલ ડો. પી.વી.બારસીયાએ પ્રેરણાત્મક ઉદ્દબોધન આપી સફળ તાલીમ માટે અભિનંદન પાઠવ્યા હતા.તાલીમની પૂર્ણાહુતિ સમારંભમાં તાલીમાર્થીઓએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા. અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો.દીનાબેન એચ.લોઢીયાએ પોતાના વક્તવ્યમાં કોલેજના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘનો આભાર માન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના સ્ટાફ ધવલ ચાવડા, ડો.દીનાબેન લોઢિયા, પ્રો.અરવિંદ મ્યાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનિમય કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.વી.બારસીયાએ એક યાદીમાં જણાવ્યું છે.