ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
આ બનાવની વિગત એવી છે કે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતાં આરિફ ગુલમામદ ધોળા (મીર) દ્વારા એ મતલબની ફરિયાદ આપવામાં આવેલી કે તેઓના ભાઈ મુસ્તાક મીરનું ખૂન હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા તથા મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને બીજા ઈસમોએ કરેલું હોય અને જે અંગે આરિફભાઈએ ફરિયાદ કરેલી હોય અને આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભાને હાઈકોર્ટમાંથી જામીન મળતાં ન હોય જેનો ખાર રાખી હિતેન્દ્રસિંહ પેરોલ પર છૂટ્યા હોય અને પેરોલ જંપ કરી જેલમાં પરત હાજર ન થઈ ગુન્હાહિત કાવતરુ રચી તેઓને મારી નાખવાના ઈરાદે પિસ્તોલ જેવા હથિયારો ધારણ કરી ફરિયાદી ઉપર આડેધડ ફાયરિંગ કરતા ફરિયાદીને ડાબા પડખામાં તથા ડાબા હાથમાં ગોળી લાગેલી તથા અન્ય સાહેદ ઈમરાન સતારભાઈ સુમરાને તથા સીરાજભાઈ સંધી અને વસીમભાઈ ઘાંચીની બંને દીકરીઓને પણ ગોળી લાગેલી તેમજ વિશાલભાઈ લક્ષ્મણભાઈ કોળીને માથામાં ગોળી વાગતા તેનું મૃત્યુ થયેલું અને અન્ય સાહેદોને અલગ અલગ જગ્યાએ ગોળીઓ લાગતા ઈજાઓ થયેલી હતી ત્યારબાદ તેઓને સૌ પ્રથમ મોરબી હોસ્પિટલ તથા રાજકોટ હોસ્પિટલ અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા અને આ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા તથા મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિજયસિંહ ઉર્ફે કડી ચુડાસમા તથા બે ડબલ સવારી પલ્સરમાં આવેલ અજાણ્યા ચાર માણસો વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 302, 307, 120(બી), 143, 147, 148, 149, 150, 34 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1)(બી)(એ), 27(1) તથા જી.ટી. એક્ટની કલમ 135 મુજબની ફરિયાદ નોંધેલી હતી.
- Advertisement -
ગુન્હામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા સુરેશસિંહ ઉર્ફે રાજવીર ઈન્દ્રદેવસિંહ ઠાકુર, દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા, ભરત જીવાભાઈ સોઢીયા, સુરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કરણસિંહ જાડેજા, જયસુખ ઉર્ફે જસો રજનીકાંતભાઈ મિયાત્રા, યોગીરાજસિંહ ઉર્ફે યોગો બહાદુરસિંહ જાડેજા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા, ઋષીભાઈ દેવીપ્રસાદ મહેતા, વિજયસિંહ ઉર્ફે કડી હરીસિંહ ચુડાસમા, મીથીલેશ ઉર્ફે અજય રામજીભાઈ પાઠક, હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા વિગેરેની ધરપકડ કરવામાં આવેલી હતી.
ચાર્જશીટ રજૂ થયા બાદ ઉપરોક્ત આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલાએ નામદાર મોરબી સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલી હતી જે નામદાર અદાલત દ્વારા રદ કરવામાં આવેલી હતી ત્યાર બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલી હતી.
જે અરજીના અનુસંધાને નામદાર અદાલતમાં એવી રજૂઆત કરેલી હતી કે આ ગુન્હામાં અરજદારને સાંકળતો કોઈ પુરાવો મળી આવતો નથી તેઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવેલું હોય તેવો કોઈ પુરાવો ચાર્જશીટ જોતાં જણાય આવતો નથી તેમજ ફરિયાદી દ્વારા અગાઉ જે ફરિયાદ કરવામાં આવેલી હતી તે ગુન્હામાં હાલના અરજદારને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા છે ફરિયાદી પણ ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ઉપર પણ અનેક ગુન્હાઓ નોંધાયેલા છે, તેમજ આ કામમાં અન્ય આરોપીઓ કે જેના દ્વારા ફાયરિંગ કરવામાં આવેલું તેઓને પણ નામદાર અદાલત દ્વારા રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવેલા છે તેમજ આરોપી તરફે રજૂ થયેલા જુદા જુદા નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઈ આરોપીને જામીન મુક્ત કરવાની અરજ કરેલી હતી.
- Advertisement -
આ કામમાં ગુજરાત હાઈકોર્ટમાં આશીષભાઈ ડગલી તથા મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.