ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે શ્રી મહાદેવ ખલાસી એસોસિએશન મંડળના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાની બ્લડ બેંક દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
જેમા માછીમાર- ખલાસી યુવાનોએ ઉત્સાહભેર કુલ 100 બોટલ રક્તદાન કરેલ હતું. સુત્રાપાડાના કાર્યકરો સુરેશ રામજી વંશ, તક્ષય ભગવાનજી વંશ, નરેશ હરજી બારીયા, માંડણ રામા સોલંકી, લાલજી જીવા, કોટવાડીયા, મહેશ રામા સોલંકી, બાબુ લખમ સીકોતરીયા, કિર્તી લખમ સીકોતરીયા અને ધવલ લખમ સીકોતરીયાએ રક્તદાન કેમ્પ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેમ્પને પ્રોત્સાહિત કરવા ગીર સોમનાથ રેડ ક્રોસ ચેરમેન કિરીટભાઇ ઉનડકટ, કમિટીના સભ્યો ગીરીશ ઠક્કર, અનિષ રાચ્છ તેમજ રેડ ક્રોસ સુત્રાપાડાના ચેરમેન અજય બારડ ઉપસ્થિત રહ્યા હતા. રેડ ક્રોસ ગીર સોમનાથના સ્ટાફ સભ્યો યોગેશ સોલંકી, સુરેશ બામણીયા, રસિક ગૌસ્વામી અને ધવલ સિંધલે સુંદર સેવા આપી હતી તેમ કિરીટ ઉનડકટ ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાની એક યાદીમાં જાણવાયું છે.