બજેટના ભાષણ દરમિયાન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને એક સમયે સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો કડાકો થયો હતો, સાથે જ નિફ્ટી સહિત બેન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થયું છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન આજે બજારમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે.
- Advertisement -
બજેટના ભાષણ દરમિયાન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ રજૂ થતાં દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો કડાકો થયો હતો. જો કે ધીરે ધીરે શેર બજારની ગાડી ફરી પાટે ચઢી જશે એવું લાગી રહ્યું છે.
બજેટ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટી સહિત બેન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે સેન્સેક્સ 80,400 ની આસપાસ અને નિફ્ટી 24,450 ની આસપાસ ચાલી રહ્યો હતો. આ પહેલા શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ તેના પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ વધીને ખુલ્યો હતો. નિફ્ટી 70 પોઈન્ટની ઉપર હતો. મિડકેપ ઈન્ડેક્સમાં 300 પોઈન્ટનો સારો ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 222 પોઈન્ટના ઉછાળા સાથે 80,724 પર ખુલ્યો હતો. નિફ્ટી 59 પોઈન્ટ વધીને 24,568 પર ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 231 પોઈન્ટ વધીને 52,511 પર ખુલ્યો હતો.
- Advertisement -
છેલ્લા એક મહિનામાં શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ક્યારેક ફ્લેટ તો ક્યારેક ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ તાજેતરમાં 81000 ને પાર કરી ગયો જ્યારે NSE નિફ્ટી 24000 ને વટાવી ગયો હતો.