જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવા બાબતે GPCBની તપાસમાં વધુ એક બેદરકારી ખુલી
ખાસ-ખબર ન્યૂઝ ધ્રાંગધ્રા, તા.22
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરની હંમેશા વિવાદમાં રહેતા ડોકટર હાઉસ હોસ્પિટલ ખાતે વધુ એક વિવાદમાં સપડાઈ છે જેમાં ચારેક દીવસ પહેલા ડોકટર હાઉસ હોસ્પિટલ નજીક ઉકરડામાંથી એક્ષપાયરી ડેટ અને મેડિકલ વેસ્ત્નો જથ્થો જેહેરમાં ફેંકેલી હાલતમાં મળ્યો હતો. જેને લઇ જિલ્લા આરોગ્ય તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ધ્રાંગધ્રા ખાતે દોડી આવી જાહેરમા ફેંકેલા મેડિકલ વેસ્ટ બાબતે તપાસ હાથ ધરી હતી જેમાં ડોકટર હાઉસ હોસ્પિટલ નજીક જ મેડિકલ વેસ્ટ મળ્યો હોવાથી સૌ પ્રથમ અધિકારીઓ દ્વારા અહી તપાસ હાથ ધરતાં હોસ્પિટલમાંથી સલગવેલી હાલતમાં દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.
જેને લઇ તંત્રના અધિકારીઓ દ્વારા સળગાવેલી દવાનો જથ્થો જપ્ત કરી ડોકટર હાઉસ હોસ્પિટલ સામે કાર્યવાહી શરૂ કરાઇ છે ઉલ્લેખનીય છે કે ડોકટર હાઉસ ખાનગી હોસ્પિટલની ઇમારત જર્જરિત હોય અને ફાયર સેફ્ટી, બી.યું પરમિશન સહિત છત પર લગાવેલ ગેરકાયદેસર શેડ થકી સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્થાનિક નગરપાલિકા દ્વારા નોટિસ પણ ફટકારી છે પરંતુ ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલકે પાલિકાની નોટિસને પણ ઠેબે લગાવી પોતાની મનમાની કરતા હોવાનું નજરે પાડ્યું હતું ત્યારે આ વખતે જાહેરમાં મેડિકલ વેસ્ટ મળવા અને દવાઓનો જથ્થો સળગાવવા અંગે જિલ્લાનું આરોગ્ય તંત્ર ડોકટર હાઉસ પાર કેવા પ્રકારના પગલાં ભારે છે ? તે હવે જોવું રહ્યું .