બજેટના એક દિવસ પહેલા જ શેરબજારની નબળી શરૂઆત જોવા મળી છે, સોમવારે બજાર ખુલતાની સાથે જ બીએસઈનો સેન્સેક્સ 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. સોમવારે બજારની શરૂઆતમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 24,400ના સ્તરથી નીચે આવી ગયો હતો.
- Advertisement -
આજે સોમવારે સ્થાનિક શેરબજારો માટે પ્રી-બજેટ ટ્રેડિંગ સેશન છે અને બજારમાં ઘટાડાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 24,400ના સ્તરે હતો. જ્યારે સેન્સેક્સ 80,300ના સ્તરે ચાલી રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહી છે.
જાણીતું છે કે આવતીકાલે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તેથી આ આખું અઠવાડિયું શેરબજાર માટે ઘણું મહત્ત્વનું બની રહેવાનું છે.
સોમવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી. BSE સેન્સેક્સે 80,604.65ના સ્તરથી 200 પોઈન્ટ ઘટીને 80,408.90 પર ટ્રેડિંગ શરૂ કર્યું અને આગામી પાંચ મિનિટમાં તે 500 પોઈન્ટ ઘટીને 80,103.77ના સ્તરે પહોંચ્યું. પ્રથમ ક્વાર્ટરના પરિણામો પછી, વિપ્રોના શેરમાં 7% જ્યારે રિલાયન્સના શેરમાં 3%નો ઘટાડો થયો હતો.
- Advertisement -
એકંદરે આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.34 લાખ કરોડનો ઘટાડો થયો છે. એટલે કે, બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.34 લાખ કરોડનો ઘટાડો થયો છે.