સ્ટોલ-રાઇડની સંખ્યામાં ઘટાડો, ભાવમાં વધારો ઝીંકી દેવાયો
રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23થી 27 ઓગસ્ટ પાંચ દિવસનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે. જેમાં સ્ટોલ અને રાઈડના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. તેમજ રાજકોટ કલેકટર આયોજિત લોકમેળા સમિતિનો નિર્ણય છે. ત્યારે લોકમેળામાં સ્ટોલ, રાઈડ માટે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોંઘવારીનો માર મેળામાં આવનાર લોકોને પડશે. તેથી લોકમેળામાં સ્ટોલ, રાઇડની સંખ્યા ઘટાડવામાં આવી છે.
સૌરાષ્ટ્રનો સૌથી સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે. જેમાં રાજકોટ કલેકટર આયોજિત લોકમેળા સમિતિ દ્વારા સ્ટોલ અને રાઈડના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. 18મીથી લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે ફોર્મનું વિતરણ શરૂ થશે. તેમાં મોંઘવારીનો માર આખરે મેળો કરવા આવનાર સામાન્ય જનતા ઉપર પડશે. આ વખતે લોકમેળામાં સ્ટોલ અને રાઇટની સંખ્યા ઘટાડી દેવાઇ છે. તેમાં જન્માષ્ટમીનો મેળો લોકો માટે મોંઘવારીનો મેળો બની જશે. સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે. પહેલા કણકોટ અથવા ન્યુ રેસકોર્સમાં લોકમેળો યોજવાની તંત્રની વિચારણા હતી. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 15 લાખ કરતા વધારે લોકો ગુજરાત ભરમાંથી આવે છે.
સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે યોગ્ય ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટના લોકમેળામાં લોકો રાઇડસમાં બેસવાની સાથે સાથે ખાવા-પીવાનો અને ખરીદી કરવાનો પણ લોકો આનંદ માણે છે. રાજકોટના લોકમેળામાં મોતનો કૂવો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. કારણ કે, તેમાં સ્ટંટબાજો દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જેમાં બુલેટ, બાઈક અને કાર દ્વારા અલગ અલગ સ્ટંટ કરવામાં આવે છે જે જોવા માટે લોકોની પડાપડી થાય છે. આ મેળાની મજા માણવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. રાજકોટમાં યોજાતો આ લોકમેળો વર્ષ 1983થી યોજાઈ રહ્યો છે જે, હવે રાજકોટની ઓળખ બની ગયો છે.
- Advertisement -
પહેલા આ મેળો રાજકોટના શાસ્ત્રી મેદાનમાં યોજાયો હતો પણ લોકોની સંખ્યા ધીમે ધીમે વધતા હવે આ મેળો વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહ્યો છે.આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા ઈઈઝટ કેમેરા પણ લગાવવામાં આવે છે અને તેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે.