પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ
બદલો લેવા માટે પણ આપણે આપણા શત્રુ જેટલું તાકતવર બનવું પડે કાં ઇતિહાસ બની જવાની તૈયારી રાખવી પડે
- Advertisement -
સિંહ હરણનો શિકાર કરે તો તે હરણનું બચ્ચું બદલો લેવાનું વિચારે છે? તે માત્ર ભાગી છૂટવાનું જ વિચારે છે કારણ કે તેને ખબર છે કે તેનામાં તેટલું સામર્થ્ય નથી.સિંહ હરણનો શિકાર કરે કે એક સિંહ બીજા સિંહનો શિકાર કરી પોતાના વિસ્તારની રક્ષા કરે એ પ્રકૃતિનો ક્રમ છે કે બીજું કંઈ? પ્રતિશોધ એ માનવીય લાગણી છે એ સ્વીકાર્યું પણ માત્ર માણસોમાં જ એ લાગણી જોવા મળે છે? કોઈ ગુંડો કે ટાંકવાદી આપણું અહિત કરે ત્યારે આપણી અંદર તેનો બદલો લેવાની ભાવના નથી જાગતી? અરે, ઘણા તો મનમાં ને મનમાં તે આતંકવાદીને કલ્પીને ઘણી વિકૃત કલ્પના પણ કરી લેતા હોય છે! એવા સમયે બુદ્ધનું એક વાક્ય યાદ આવે કે તમે કોઈના પર ક્રોધ કરો ને એવું વિચારો કે તેનું બૂરું થાય તેનો મતલબ તો એ કે ઝેર તમે ગટગટાવો અને ઈચ્છા રાખો કે તે વ્યક્તિ મૃત્યુ પામે. અહીં પલાયનવાદ કે કાયરતાની હિમાયત કરવાંનો કોઈ આશય નથી પણ એક વ્યવહારુ વાત છે. અને બદલો લેવા માટે પણ અપને આપણા શત્રુ જેટલું તાકતવર બનવું પડે કાં ઇતિહાસ બની જવાની તૈયારી રાખવી પડે. માણસ એક ચાલાક પ્રાણી છે. એ જેને પહોંચી વળે તેવા માણસો સામે બદલો લઇ લેશે અને એ પણ સાવ નજીવી બાબતમાં! જયારે તેના કરતા વધુ સામર્થ્યવાન અને જેને ન પહોંચી શકાય એવા માણસોના મોટા અપરાધને પણ ભૂલી જશે. અને કુદરતી પરિબળોનું શું ? માણસ તેને કુદરનો નિર્ણય ગણશે? કોઈ ભૂકંપ, પૂર કે વાવાઝોડામાં પરિવાર આખો હોમાઈ જાય તો તેને કુદરતનનો નિર્ણય ગણવાનો? તેવામાં માણસ કોની પાસેથી બદલો લેશે? પ્રકૃતિ સામે અને ધારો કે માણસ જેની સામે વેર વાળવા માંગતો હોય એ માણસ સમય જતા ધરમૂળથી બદલાઈ હયો હોય તો? તો તેને માફ કરી દેવો? એમ તો એક અંગ્રેજી કહેવત છે કે બદમાશને ફાંસીના માંચડેથી ઉતારો અને તે તમને ચડાવી દેશે. તો એ વ્યક્તિને માફ કરીને એટને તમારું બૂરું કરવાનો મોકો આપશો?
વિરામ:
આંખના બદલામાં આંખ લેવાથી આખી દુનિયા આંધળી થઇ જશે. – ગાંધીજી
ઘણીવાર જનતા કોઈ ગુનાના બદલામાં તે અપરાધીને રિબાવી રીબાવીને મારવાની માંગણી કરતી હોય છે તો તે માંગણીને ન્યાય ગણવો કે બદલો? બદલો વ્યક્તિગત છે અને ન્યાય સામુહિક છે એવું? ન્યાય માણસે તોળવો જોઈએ કે એ ભગવાન પર્વ છોડી દેવું જોઈએ? ભગવાન ન્યાયમાં માને છે, હકીકતે? તો સારા માણસો હેરાન થાય અને હલકટ માણસો એશોઆરામની જિંદગી જીવે એવું કેમ? અને પહેલાનો મુદ્દો કે તેને પ્રકૃતિનો ક્રમ ગણવો જોઈએ કે નહી? અને આ સૃષ્ટિ ભગવાને રચી કે માણસે? જો માણસે રચી હોય તો એ બદલો નથી ન્યાય છે. અહીં ઇઝરાયેલ યાદ આવે છે. ઇઝરાયેલના રમતવીરો જર્મનીના મ્યુનિક શહેરમાં ઓલમ્પિક્સ માટે જાય છે તો ત્યાં ફિદાયીનો તરીકે ઓળખાતા આતંકવાદીઓ તેમને ક્રુરતાથી મારી નાખે છે. ત્યારબાદ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના જાસુસો એ બધા ફિદાયીનોને ગોતી ગોતીને મારી નાખે છે. તો ન્યાય છે કે બદલો? મહાભરતમાં અંતે તો સાર એ જ છે કે ગમે એટલા સારા હેતુથી યુદ્ધ થાય, અંતે તો બંને પક્ષોનું નુકસાન છે જ! બદલો લેવાની ભાવના શરૂઆતમાં શુદ્ધ હોય છે પણ સમય જતા તેમાં બીજા દુર્ગુણોઓ જેમ એક ચુંબક બીજાને ખેંચે તેમ ભળતા જાય છે. અંતે તે એક વિકૃત સ્વરૂપ ધારણ કરી લે છે. વેર વાળવાની લ્હાયમાં આપણે આપણા દુશમનની પ્રતિકૃતિ બની જઈએ તો?
બધાય બદલો લેશે તો આપણો સમાજ એક આદિવાસી કબીલામાં બદલાઈ જશે. પ્રશ્ન એ છે કે શું આદિવાસીઓ આપણા કરતા પણ વધુ ક્રૂર હતા?
પૂર્ણાહુતિ:
Revenge is a dish best served cold.
– Eugene Sue (FrenchAuthor)
– Eugene Sue (FrenchAuthor)