ગણતરીની કલાકોમાં આંખના નંબર ઉતરી જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં હેલ્થકેર ક્ષેત્રે વિશ્ર્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. વિદેશમાંથી એન.આર.જી. રાજકોટ મેડિકલ ટુરિઝમમાં આવે છે કારણ કે વર્લ્ડ ક્લાસ હેલ્થ કેર રાજકોટમાં વિકસ્યું છે. દેશના મહાનગર મુંબઈ, દિલ્હી, બેંગલોરમાં જે અતિઆધુનિક ટેકનોલોજીથી સારવાર થાય છે એવા સંસાધનો અને તબીબી કૌશલ્ય રાજકોટમાં પણ ઉપલબ્ધ બન્યું છે. રાજકોટના હેલ્થકેર ક્ષેત્રની ઉપલબ્ધિમાં હવે નવું પીંછું ઉમેરાયું છે. આંખના નંબર ઉતારવાની અતિઆધુનિક ટેકનોલોજી ધરાવતી સીલ્ક લેઝર પ્રોસીજરનો રાજકોટમાં શુભારંભ થઈ ગયો છે, જે આંખના નંબર ઉતારી દર્દીને 24 કલાકમાં તેમની રોજિંદી જિંદગીમાં લાવી શકે છે. રાજકોટમાં આંખના નંબર ઉતારવાના સ્યોર સાઈટ લેઝિક સેન્ટરમાં સીલ્ક લેઝર પ્રોસીજરનો પ્રારંભ થયો છે.
સ્યોર સાઈટ લેઝિક સેન્ટરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જાણીતા આંખના સર્જનોએ જણાવ્યું હતું કે સ્યોર સાઈટ લેઝિક સેન્ટરમાં રાજકોટના આંખના આઠ ટોચના નિષ્ણાત તબીબોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જહોન્સન એન્ડ જહોન્સન કંપનીના અતિઆધુનિક લેઝર મશીન અને સીલ્ક ટેકનોલોજી ઉપલબ્ધ કરી છે. આ પદ્ધતિની ખાસિયત એ છે કે માત્ર 24 કલાકમાં દર્દી આંખના નંબર ઉતારી રોજિંદી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે છે એટલું જ નહીં સ્વીમીંગ કરી શકે છે, સ્પોર્ટસ રમી શકે છે, મોબાઈલ જોઈ શકે છે.