7 જુલાઇએ જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળશે. તે પહેલા આજે શુભ મુહૂર્તમાં સવારે 8 કલાકે ભગવાન જગન્નાથ, બલરામજી તેમજ સુભદ્રાજીને નિજ મંદિરમાં લાવવામાં આવ્યા છે. જ્યાં ગર્ભગૃહમાં ભગવાનના પ્રવેશ બાદ રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નિજ મંદીરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.
સાધુ સંતોનો ભંડારો યોજાયો
- Advertisement -
મંદિર પરિસર ખાતે નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમજ ધ્વજા રોહણની વિધિ બાદ દેશ વિદેશથી તેમજ અન્ય શહેરોમાંથી આવેલ સાધુ સંતોને ધોળી દાળ અને કાળી રોટીનો ભંડારો યોજાયો હતો.
મંદિર પરિસર ખાતે જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું
ભગવાન જગન્નાથનાં દ્વાર ખુલતા જ મંદિર પરિસર જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ત્યારે 15 દિવબાદ લોકોએ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
શું છે નેત્રોત્સવ વિધિ?
એવી માન્યતા છે કે મોસાળમાં કેરી, જાંબુ વધારે ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે. જેથી ભગવાનને રાહત થાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવે છે. જે બાદ મંદિરમાં સાડા નવ વાગ્યે ધ્વજારોહણની વિધિનું આયોજન કરાયું છે.
સંતો સહિત અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા
જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ સામેલ થઇ રહ્યા છે. ધ્વજારોહણ વિધિમાં અનેક રાજકીય પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટર્સ પણ હાજરી આપશે. જે બાદ સવારે 11 વાગે મંદિરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં સંતોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત મંદિરમાં ભવ્ય ભંડારા અને વસ્ત્રદાનું પણ આયોજન કરવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અમદાવાદમાં આગામી રવિવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. રથયાત્રા બંદોબસ્તમાં કુલ 23 હજાર 600 પોલીસ જવાનોની કડક સુરક્ષા રહેશે. જેમાં DGથી DIG કક્ષાના 9 અધિકારી, DCPથી SP કક્ષાના 38 અધિકારી, ACP કક્ષાના 89 અધિકારી તૈનાત રહેશે. સાથે 286 PI, 630 PSI, 12 હજાર 600 કોન્સ્ટેબલ, SRPની 30 કંપની, CAPFની 11 કંપનીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત BDDSની 17 ટીમ, ચેતક કમાન્ડોની 3 ટીમ, 15 QRT ટીમ, 15 સ્નિફર ડોગ, 17 વ્રજ વાહન, 7 વોટર વરુણ, 8 જેટલી કમાંન્ડ એન્ડ કન્ટ્રોલ વ્હિકલ અને 11 હજાર અન્ય સહાયક દળના જવાનો તૈનાત રહેશે
મોટી સંખ્યામાં બહેનો મગની પ્રસાદી સાફ કરી સેવા આપે છે
147 મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અલગ અલગ જગ્યાથી બહેનો મગની પ્રસાદી સાફ કરવા આવતા હોય છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ જગ્યાથી બહેનો આવીને મગની પ્રસાદી સાફ કરી અને સેવા આપતા હોય છે.કાંકરિયા,નિકોલ,રખિયાલ,નરોડા જેવા વિસ્તારોમાં થી બહેનો આવતા હોય છે અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને ભગવાનના મગની પ્રસાદી માટે મગ સાફ કરતા હોય છે.નગરનો નાથ જ્યારે નગરચાર્યાએ નીકળતો હોય છે.તો મામાના ઘરેથી આવતા ભગવાનને મગની પ્રસાદી કરવામાં આવે છે.
પ્રસાદી લેવા લોકો પડાપડી કરતા હોય છે
ભક્તોને મહિમા રથમાં બિરાજમાન જગન્નાથજીના દર્શનનો છે તેટલો જ મહિમા રથયાત્રામાં મળતા મગની પ્રસાદને ગ્રહણ કરવાનો પણ છે. કારણ કે ૧ મગ પ્રસાદ વગર તો આખી રથયાત્રા અધુરી જ લાગે છે.ભગવાનને મગની પ્રસાદી લોકો એટલી ચડાવે છે કે કેટલાક ટનમા પ્રસાદ થતો હોય છે.ભગવાનની પ્રસાદી મગ અને જાંબુની પ્રસાદી લેવા માટે પણ લોકો પડાપડી કરતા હોય છે એથી જાણી શકાય છે કે મગનું મહત્વ કેટલું છે.