ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
ગુજરાત સહિત દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટની એ ડિવિઝન પોલીસની સાયબર ક્રાઈમની ટીમે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા સાત લોકોને પોતાની ગુમાવેલી રકમ પરત કરી હતી. જેમાં એક યુવકને ગઠિયાએ હોસ્પિટલના પૈસા તેના ખાતામાં ભૂલથી જમા થયાનો મેસેજ કરી પૈસા પડાવ્યા હતા. તેવી જ રીતે સાત લોકોને સાયબર ગઠિયાઓએ છેતરી પૈસા પડાવ્યા હતા. જે મામલે પોલીસે 1.28 લાખ સાત લોકોને પરત અપાવ્યા છે.
- Advertisement -
વિગત મુજબ એ ડિવિઝન પોલીસના પીઆઈ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ સાયબર ટીમના હેડ.કોન્સ જયેન્દ્રસિહ,કોન્સ. અમિતકુમાર અને મનીષભાઈ દ્વારા સાયબર ફ્રોડનો શિકાર બનેલા સાત લોકોને રૂ.1.28 લાખની રકમ પરત આપવી હતી. જેમાં રાજકોટમાં રહેતા મનીષભાઈ વસંતરાયચંચળને સાયબર ગઠિયાએ હોસ્પીટલના ઈમરજન્સીના કામે તેમની બેંકમા પૈસા જમા કરેલ છે તેવો ખોટો ફેક મેસેજ કરી રૂ.16 હજાર પડાવ્યા હતા.ધવલભાઈ સીતાપરાને સોશિયલ મીડિયામાં માધ્યમથી બીટકોઈનમા રોકાણ કરી પૈસા કમાવવાની લાલચમાં રૂ.40,000 ગુમાવ્યા હતા.
અક્ષરભાઈ મુકુદભાઈ વાઢેરે ફેસબુકમાથી કીપ્ટો કમાવવા શ.લર,શલક્ષ, શીલ્પેશ દેવેન્દ્રભાઈ ઠારે હોટલ બુકીં ગમાં સાયબર ફ્રોડનો શિકાર બની રૂ.14,180, સસ્તો આઇફોન લેવા જતાં અજયભાઈ મનસુખભાઈ શિયાળે 9 હજાર,ક્રેડિટ કાર્ડ મેળવવા જતાં મૌલીકભાઈ રાજેશભાઈ વોરાએ 12 હજાર અને ઢાલુમલ આસુદામલ છજવાણીની કરીયાણાની દુકાને ગઠિયાએ આવી ભુલથી વધારે પેમેન્ટ આવ્યાનું કહી રૂ.26,600 પડાવ્યા હતા. જેમાં એ ડિવિઝન પોલીસની સાયબર ટીમે કુલ રૂ.1.28 લાખ પરતઅપાવ્યા હતા.