મુખ્યમંત્રી, સચિવ આર એન્ડ. બી.વિભાગ તથા કલેકટર જૂનાગઢ સહિતનાંને લેખિત રજુઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર ટીમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા અને એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, સચિવ આર એન્ડ. બી.વિભાગ તથા કલેકટર જૂનાગઢ સહિતનાંને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસમાં થોડા સમય પહેલા ઘણો મોટો ખર્ચ કરવામાં આવેલ હોય અને હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય આ સર્કિટ હાઉસની છતમાંથી સતત પાણી ટપકતું હોય અને સર્કિટ હાઉસમાં ઉતરનાર લોકોને ઘણી મોટી અગવડતાઓ ઉભી થતી હોય તથા ડાઇનિંગ હોલમાં તથા અન્ય જગ્યાએ રાખવામાં આવેલા કિંમતી સોફા તથા અન્ય ચીજવસ્તુઓ બગડી જવાનો સંભવ હોય તેમજ ખુબજ કિંમતી પંખાઓ માંથી પણ પાણી ટપકતું હોય આ અંગે તાત્કાલિક પગલાં ભરી જુનાગઢમાં આવેલ ઉપરોક્ત પી.ડબ્લ્યુ.ડી.હસ્તકના સર્કિટ હાઉસને તાત્કાલિક રીપેર કરાવવા અમારી માંગ સાથે રજુઆત છે.
- Advertisement -
અમો ટિમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્ર્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે અને આ બાબતે કાર્યવાહી કરી, કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરનાસરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.