નવનિયુક્ત સોશ્યલ મિડીયાના હોદેદારોને અભિનંદન પાઠવતા મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, નિતીન ભારાજ, ગોવિંદભાઈ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ઉદય કાનગડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ,નરેન્દ્રસિહ ઠાકુર, ડો. પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાન્ની, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલજી અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડા, રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે વિચાર વિમર્શ કરી શહેર ભાજપ દ્વારા વિધાનસભા વાઈઝ સોશ્યલ મીડીયાનાં ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની વરણી જાહેર કરવામાં આવેલ છે.
આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યુ હતું કે ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમીતભાઈ શાહ અને જે.પી. નડ્ડાજીનાં નેતૃત્વમાં ૧૭ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે પાર્ટી દવારા યોજાતા કાર્યક્રમો અને કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકાર દવારા થઈ રહેલ લોક ઉપયોગી કાર્યો અને વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર ઝડપભેર થાય તે વર્તમાન સમયની માંગ છે ત્યારે સોશ્યલ મિડીયા દવારા પ્રચાર–પ્રસાર થાય તે માટે શહેર ભાજપ સોશ્યલ મીડીયાનાં ઈન્ચાર્જ તરીકે હાર્દિક બોરડ, સહ ઈન્ચાર્જ તરીકે શૈલેષ હાપલીયા અને જય સોનાગ્રાની વરણી કરવામાં આવી છે. ત્યારે આજ રોજ વિધાનસભા વાઈઝ ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જની વરણી કરવામાં આવેલ આ વરણીને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા શહેર ભાજપ સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. ત્યારે શહેર ભાજપ સોશ્યલ મીડીયાનાં ઈન્ચાર્જ હાર્દિક બોરડ, સહ ઈન્ચાર્જ શૈલેષ હાપલીયા અને જય સોનાગ્રા સહીતનાં સાથે તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓને આ વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.