ગુજરાત રાજ્યે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે.
રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે અનેક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.
ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતો માટેના આઇ-ખેડૂત પોર્ટલ પર સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ યોજના, કિસાન પરીવહન યોજના, સોલાર લાઇટ ટ્રેપ સહિતની અનેક યોજનાઓ તથા વિવિધ ઘટકોમાં યોજનાનો લાભ લેવા ઇચ્છતા રાજકોટ જિલ્લાના કુલ ૪૮,૩૪૨ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. જે પૈકી ૯,૮૧૬ ખેડૂતોની અરજી મંજુર કરવામાં આવી છે. જ્યારે અન્ય ખેડૂતોની અરજી મંજુરીની પ્રક્રિયાની કામગીરી કાર્યાન્વિન્ત છે, તેમ ખેતીવાડી (વિસ્તરણ) અધિકારી રસીકભાઈ ધોરાલીની યાદીમાં જણાવાયું છે.