જૂનાગઢ ખાડાં નગરી બન્યું
શહેરીજનોના વાહનો ખાડાંમાં ફસાતા વધુ યાતના ભોગવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદ પડતાની સાથેજ મહાપાલિકાની પ્રિ- મોનાસુન કમિગીરીની પોલ ખુલવા માંડી છે શહેરના ઝાંઝરડા, જોશિપુરા, ખલીલપુર, મધુરમ વિસ્તાર સહીત અનેક સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપ લાઇન નાખવા ખોદેલા રસ્તાઓ ફરી બરાબર રિપેર નહી થતા ઠેર ઠેર ખાડાં પડી જતા જૂનાગઢ નગરી ખાડાં નગરી બનતા શહેરીજનોના વાહનો સાથે સ્કૂલ વાહનો પણ ખાડાં નગરીમાં ફસાતા વધું મુશ્કેલીની યાતના ભોગવવાનો વારો આવ્યો છે. અને મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને કહે છે આતો જૂનાગઢ નગરી ખાડા નગરી બની ગઈ છે.
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જૂનાગઢ મનપાને આપવામાં આવે છે. તો બીજી તરફ શહેરીજનો લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. ત્યારે મનપા તંત્રની અણઆવડતના લીઘે શહેરમાં આડેધડ ભૂગર્ભ ગટર અને પાણી પાઇપ લાઇન સાથે ગેસ પાઇપ લાઇનનું ખોદાણ થયા બાદ તે રસ્તાનું સુવ્યવસ્થિત સમારકામ નહી થતા થીગડા મારી સંતોષ વ્યક્ત કરી લીધો જ્યારે સિઝનનો પેહલો વરસાદ શરૂ થતાં મહાપાલિકા તંત્રની પોલ ખુલવા માંડી છે. અને શહેરમાં અનેક વિસ્તારોમાં ભુવા સાથે ખાડા પડી જવાની સ્કૂલ વાહનો અને રાહદારીઓ ખરાબ રસ્તાના લીઘે ત્રસ્ત બન્યા છે. જેમાં વાહન ચાલકો વાહન સ્લીપ થવાના બનાવો સાથે અમુક વિસ્તારોમાં સ્કૂલ વાહન ચાલકોએ ભૂલકાને તેડવા નહી આવે મેઈન રોડ સુઘી મુકવા જવા વાલીઓને કહી દેવામાં આવ્યુ છે.
- Advertisement -
ચોમાસાની શરૂઆત થતા અનેક વિસ્તારનાં રહીશો મનપા કચેરી ખાતે પોહચી રસ્તા રીપેર કરવાની માંગ સાથે કચેરીનો ઘેરાવ કરી તાત્કાલીક રસ્તા રીપેર કરવાનું અલ્તીમેટમ આપી રહ્યાં છે. ત્યારે પુર પેલા પાળ બાંધવામાં મનપા તંત્ર ઊંઘતું ઝડપાય ગયું છે. જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય તે થઈ નહી જેના લીધે લોકો પરેશાન થઇ રહ્યાં છે. આમ જોઇએ તો રસ્તા બાબતે દળી દળીને ઢાંકણીમાં ગયું આજે વરસાદમાં શહેરીજનો મનપા તંત્રની ઢીલી નીતિ કહો કે, કામ કરવાની દાનત નથી અથવા અણઆવડતના લીઘે અંતે શહેરીજનોને ખરાબ રસ્તાનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
જાગૃત નાગરીકની વેદના: મહાપાલિકા કચેરી સામે બેનર લઇ જવાબો માંગ્યા
જુનાગઢના જાગૃત નાગરીક લોકેશ પોપટાણી આજે મનપા કચેરી સામે હાથમાં બેનર લઈને 1560 કરોડના ગોટાળાના બેનર લઈને તંત્ર પાસે જવાબો માંગ્યા હતાં જેમાં મહાનગર પાલિકા હવે તો જગો લોકો રસ્તા પર આવી ગયા 1560 કરોડ રૂપિયાથી જુનાગઢમાં કાચા રસ્તા સમાન રસ્તાની જગ્યા પર બળદ ગાડુ ચાલી શકે તેવા રસ્તા પણ નથી શું 60 કરોડ તળાવના કામ કરવા કે, પૈસા પચાવવામાં વાર લાગે છે. તેજ ખબર નથી પડતી દર વખતે હિસાબો આપવા માટે રાજકારણીઓ જ કેમ બહાર આવે છે. મહાનગર પાલિકાના અધિકારીઓને કેમ જવાબ આપવા માટે બહાર નથી આવવા દેતા ? આવા અનેક ગોટાળા મુદે જાગૃત નાગરીક રસ્તા પર આવીને મનાપા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.