યુવતીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
- Advertisement -
ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સંચાલિત શૈક્ષણિક સંસ્થાના બે સ્વામી તેમજ એક મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની બાબતોની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ મામલે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી છે. તેની સાથે બનેલ બનાવ અંગેની માહિતીઓ મીડિયા સમક્ષ આપી છે.
આ બાબતે યુવતી જણાવે છે કે, સ્વામી દ્વારા તેમને ફેસબુકમાં રિક્વેસ્ટ મોકલી અને તેમની સાથે વાત કરી ઓળખાણ કરાવી તેમને ભોળવી હતી. આ ઉપરાંત તેમના ભોળપણનો આ સ્વામીએ ગેરફાયદો ઉઠાવી ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ખોટી લગ્નની વાત કરી તેમને ફસાવી હતી. જ્યારે તેઓ બન્ને પહેલીવાર મળ્યા ત્યારે સ્વામીએ રૂમમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં લગ્ન કર્યા અને આગળનો સિલસિલો ચાલુ થયો હતો. આ ઘટના બાદ યુવતીને ગર્ભ રહી ગયો હોવાની બાબત સામે આવી હતી ત્યારે આ વાત બહાર આવશે તો લોકો તેમને બદનામ કરશે તેવી વાત સામે આવી હતી.
આ સંસ્થાના નારાયણસ્વરૂપદાસ સ્વામીને તેમના સંબંધ વિશે ખ્યાલ હતો અને મયુર કાંસોદરિયા નામના વ્યક્તિ છે જે મુખ્ય સંચાલક છે તેમને ગર્ભપાત કઈ રીતે કરવું તે સમજાવવા માટે કહ્યું હતું. આ બાબત અગાઉ પહેલા પણ બની ગયા હસે તેવું લાગી રહ્યું છે. આ ભોગ બનનાર યુવતી સિવાય બીજી છોકરીઓને પણ તેઓ ખરાબ નજરથી જોતા હતા તેવું જણાવ્યું છે. આ સાથે યુવતીએ પોતાની વ્યથામાં જણાવ્યું છે કે, આવું કૃત્ય કરનારા લોકોને ફાંસીએ ચડાવી દેવા જોઈએ અને આ બાબતમાં તેમને અગાઉ પહેલેથી જ તેઓ ધમકીઓ આપતા હતા અને આ બાબતમાં ભોગ બનનાર યુવતીએ જણાવ્યું છે કે, તેમને અગાઉ પણ શંકા હતી કે, સ્થાનિક પોલીસ આરોપીઓને સપોર્ટ કરશે તેથી જ આ સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ તેમને રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને હાલ આ મામલે જવાબદારોને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી છે.
- Advertisement -
બે લંપટ સ્વામી સાથે દુષ્કર્મની ઘટનામાં મુખ્ય
મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા : દુષ્કર્મ પીડિત યુવતી
પીડિતાએ આગળ કહ્યું કે, મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા. નારાયણ સ્વામીને પણ અમારા સંબંધો વિશે ખ્યાલ હતો. સાધ્વી બનવાની ટ્રેનિંગ માટે મને ભુજ અને હળવદ ખાતે મોકલવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાને દસ દિવસથી વધુ નો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં એક પણ આરોપી પોલીસ ઝડપી શકી નથી.