રેશન કાર્ડ, આરોગ્ય સેવા, શાળા સહિતની તમામ બાબતોની સમીક્ષા કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયા દ્વારા એકનવતરપહેલ કરાઇહતી જેમાં તા.રર જૂનના રોજ મહેસુલી કર્મચારીઓમાં કલાર્કથી માંડી નાયબ કલેકટર સુધીના તમામ અધિકારી, કર્મચારીઓને જાહેર રજાના દિવસે પણ સવારના સંબોધન કરી લોકોમાં જાહેર સેવા પ્રત્યે સંતોષ અને સુખાકારી કઇ રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ટીમ સાથે આખો દિવસ માખીયાળા, ગોલાધર, કેરાળા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારની સરકારી સેવા જેવી કે, રેશન કાર્ડ, આરોગ્ય સેવા, શાળા સહિતની તમામ બાબતોની સમીક્ષા કરી હતી તેમજ આગામી સમયમાં સેવાસેતુ, રાત્રીસભાઓ અને ગ્રામ્ય દફતરોની તપાસણી પણ હાથ ધરાશે તેમજ નિયમિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવા અધિકાીઓને કલેકટર દ્વારા સુચના અપાઇ હતી.