ભારે પવન વચ્ચે 4.5 KMની ઊંચાઈથી પુષ્પક છોડાયું, રનવે પર ઓટોમેટિક લેન્ડિંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ISROએ આજે એટલે કે 23મી જૂને સતત ત્રીજી વખત રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (છકટ) લેન્ડિંગ એક્સપેરિમેન્ટ (કઊડ)માં સફળતા હાંસલ કરી છે. પુષ્પકે તીવ્ર પવન વચ્ચે અદ્યતન સ્વાયત્ત ક્ષમતાઓનો ઉપયોગ કરીને ચોક્કસ હોરિઝોન્ટલ ઉતરાણ કર્યું.
લેન્ડિંગ પ્રયોગનું ત્રીજું અને અંતિમ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં સવારે 07:10 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું. પ્રથમ લેન્ડિંગ પ્રયોગ 2 એપ્રિલ 2023ના રોજ અને બીજો 22 માર્ચ 2024ના રોજ કરવામાં આવ્યો હતો. છકટ કઊડ-01 અને છકટ કઊડ-02 મિશનની સફળતા બાદ, છકટ કઊડ-03 એ વધુ પડકારજનક પરિસ્થિતિઓમાં સ્વાયત્ત લેન્ડિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું. પુષ્પકને ભારતીય વાયુસેના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે 4.5 કિમીની ઊંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને રનવે પર સ્વાયત્ત લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું. કઊડ-2 પ્રયોગ દરમિયાન પુષ્પકને 150 મીટરની ક્રોસ રેન્જમાંથી છોડવામાં આવ્યું હતું, જે આ વખતે વધારીને 500 મીટર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પવન પણ જોરદાર હતો. પુષ્પકે ક્રોસ રેન્જ કરેક્શન મનુવરનો અમલ કર્યો અને ચોકસાઇ સાથે હોરિઝોન્ટલ ઉતરાણ કર્યું. જ્યારે પુષ્પકને હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું ત્યારે તેની લેન્ડિંગની વેલોસિટી 320 કિમી પ્રતિ કલાકથી વધુ થઈ ગઈ હતી. આ વેલોસિટી કોમર્શિયલ એરક્રાફ્ટની 260 સળાવ અને ફાઈટર એરક્રાફ્ટની 280 સળાવ કરતાં વધુ છે. ટચડાઉન પછી તેની વેલોસિટી ઘટીને 100 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી.
પુષ્પકમાં લગાવેલા બ્રેક પેરાશૂટની મદદથી વેલોસિટી ઘટાડવામાં આવી હતી. આ પછી લેન્ડિંગ ગિયર બ્રેક લગાવવામાં આવી અને વાહનને રનવે પર રોકી દેવામાં આવ્યું. પુષ્પક રનવે પર પોતાને સ્થિર રાખવા માટે રડર અને નોઝ વ્હીલ સ્ટીયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.
- Advertisement -
નાસાના સ્પેસ શટલની જેમ ISROનું RLV
ISROનું રિયૂઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) નાસાના સ્પેસ શટલ જેવું જ છે. જ્યારે 2030ની આસપાસ પૂર્ણ થશે, ત્યારે આ પાંખવાળું અવકાશયાન 10,000 કિલોથી વધુ વજનને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે સક્ષમ હશે. ઓછા ખર્ચે ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂકશે. નાસાનું પ્રથમ સ્પેસ શટલ મિશન 1981માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
છેલ્લું મિશન વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, નાસાએ અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે રશિયાના સોયુઝ અવકાશયાનનો ઉપયોગ કરવાનું શરૂૂ કર્યું. જો કે, હવે અવકાશયાત્રીઓને ખાનગી સ્પેસ એજન્સી સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટ દ્વારા અવકાશ સ્ટેશન પર લઈ જવામાં આવે છે અને પાછા લાવવામાં આવે છે. નાસાની આ સ્પેસ શટલ ટેક્નોલોજી વિશ્ર્વની પ્રથમ રીયુઝેબલ અવકાશયાન ટેકનોલોજી છે. તે ઇતિહાસમાં પ્રથમ અવકાશયાન પણ છે જે મોટા ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં અને બહાર લઈ જઈ શકે છે. નાસા પાસે આવા 6 સ્પેસ શટલ હતા. ચેલેન્જર, કોલંબિયા, એટલાન્ટિસ, ડિસ્કવરી, એન્ડેવર અને એન્ટરપ્રાઇઝ. ચેલેન્જર અને કોલંબિયા અકસ્માતનો ભોગ બન્યા, બાકીના અવકાશયાન સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યા છે. એન્ટરપ્રાઇઝ ક્યારેય ઉડાન ભરી ન હતી.