અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી. 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આજે ભગવાન જગન્નાથજીની 147મી જળયાત્રા
દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. ત્યારે આજે એ માટેની ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને 108 કળશના જળથી પ્રભુનો જળાભિષેક કરાશે. ભગવાન જગન્નાથ મંદિરથી નદીના ઘાટ સુધી જળયાત્રા નીકળે છે. આ ઉત્સવ નિમિતે મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલ નગારા અને શંખનાદનો રણકાર સાંભળવા મળી રહ્યો છે. ભગવાન બળદગાડામાં બિરાજમાન થઈ ગયા છે.
ટુંક સમયમાં જળયાત્રા ભુદરના આરે જવા થશે રવાના
- Advertisement -
ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકી જળયાત્રા મુખ્ય યાત્રા ગણાય છે. જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના આરે પહોંચશે. અહીં ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. પરંપરાગત 108 કળશમાં લવાયેલા જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરાશે.
ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે જળાભિષેક
108 કળશમાં લવાયેલા જળથી ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થાય છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો પણ જોડાશે. મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ પણ જળયાત્રામાં જોડાશે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરીનગર-ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીની સનાન યાત્રામાં સેકડો ભક્તજનોએ જોડાઈને ભગવાનને સ્નાન કરાવવાનો અમૂલ્ય લહાવો લીધો હતો. હવે આગામી 14 દિવસ સુધી ભગવાન અજ્ઞાતવાસમાં રહેશે. ત્યારબાદ તા.7મી જુલાઈએ ભગવાન નગરચર્યાએ પ્રસ્થાન કરીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે.
ઉલ્લેખનીય છે કે શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં પ્રતિ વર્ષ મુજબ અને આ વર્ષે મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનને નિજ મંદિરમાંથી વાજતે ગાજતે ભજન-કીર્તનની ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાવ્યા હતા. ત્યારબાદ સેકડો ભક્તજનોએ પવિત્ર વિવિધ નદીઓના જળ ભરેલા માટીના ઘડાથી પ્રભુને વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુ સંતો સહિત તમામે શાહી સ્નાન કરાવ્યું હતું. ત્યાર પછી પૂજા અર્ચન વિધિ સંપન્ન થતા મહા આરતી યોજાય હતી અને ભગવાનને ફળફળાદી, મીઠાઈ, ફરસાણ, જ્યુસ સહિતના સેકડો વ્યંજનોનો ભોગ ધરાવવાયો હતો. ભગવાનનો પ્રાગટ્ય આજે હોવાથી ભક્તજનો સહી તો સાધુ-સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજી બાજુ ઇસ્કોન મંદિરનો આ વર્ષે રજત જયંતિ મહોત્સવ હોવાથી આગામી જન્માષ્ટમી સુધી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. પ્રભુના શાહી સ્નાન બાદ ભગવાન આગામી 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે. આ દિવસોમાં પૂજારી દ્વારા ભગવાનને શૃંગાર કરી પૂજા કરવા ઉપરાંત વિવિધ ઔષધીઓ દ્વારા પ્રભુની સેવા-શ્રુષુશા કરશે. આગામી તા.7મીએ રથયાત્રાના શુભ દિને બપોરે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું આન-બાન-શાનથી વડોદરા રેલ્વે સ્ટેશન નજીકથી નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. આ પ્રસંગે શહેરીજનો પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી ધન્યતા અનુભવશે.