ઢોર બજાર પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગી
આગની ઘટનામાં કોઈ જાનહાણીના સમાચાર નહીં
- Advertisement -
ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળેપહોંચી હતી.. અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર નહિં
અમદાવાદના દાણીલીમડાના ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે.. ઢોર બજાર પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે સ્થળ પર અફરા તફરીનો માહોલ ફેલાયો હતો.. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દુર-દુરથી જોઇ શકાતા હતા.
ફાયર બ્રિગેડની 9ગાડીઓ ઘટનાસ્થળેપહોંચી હતી.. અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. જો કે આગ ખુબ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ ભારે જહેમત ઉઠાવી પડી હતી. આ ઘટનામાં અત્યારસુધીમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તેને લઇને હજુ રહસ્ય અકબંધ છે..