પર્યાવરણના જતન માટે લોકો વધુને વધુ વૃક્ષને દત્તક લે, તેનું જતન સદભાવના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે: કલેક્ટર
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.13
આગામી તા.21 જૂન ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના કોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળ, સાગર દર્શન સોમનાથ, ઝમજીર ધોધ જામવાળા, આદ્રી બીચ, નલીયા માંડવી બીચ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની જગ્યાઓએ ખાતે થનારી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીની સાથે વૃક્ષારોપણ આયોજનના ભાગરૂૂપે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સાંજે વેરાવળ ખાતે આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે તેના આયોજન અંગે ચર્ચા હાથ ધરી હતી.
- Advertisement -
જિલ્લા કલેક્ટરએ યોગ દિવસ ઉજવણી અને સ્વૈચ્છિક રીતે લોકો વૃક્ષારોપણ માટે આગળ આવે તે માટે તમામ વ્યવસ્થાઓ, તૈયારીઓને આયોજનબદ્ધ કરવા તેમજ યોગ દિવસની ઉજવણી પૂર્વ વેરાવળ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓના આગેવાનોની ઉમળકાભેર એક-એક વૃક્ષને સદૃભાવના ટ્રસ્ટની વૃક્ષ ઉછેર માટે નિયત કરેલી રકમ ચૂકવીને સ્વેચ્છાએ વૃક્ષને દત્તક લે તે માટે લોકોની ભાગીદારી સુનિશ્ર્ચિત કરીને યોગ દિવસ સાથે વૃક્ષારોપણનું આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓ અને સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને આ બેઠકમાં માર્ગદર્શિત કર્યાં હતાં.



