બધા જીવન વીમા બચત ઉત્પાદનોમાં પોલીસી લોનની સુવિધા હવે ફરજિયાત
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ બધી જીવન વીમા બચત ઉત્પાદનોમાં પોલીસી ઋણ (લોન)ની સુવિધા હવે ફરજીયાત કરી દીધી છે, જેથી પોલીસીધારકોને રોકડ સંબંધી જરૂરતોને પુરી કરવામાં મદદ મળશે.
- Advertisement -
જીવન વીમા પોલીસીના સંબંધમાં બધા નિયમોને એકીકૃત કરનાર માસ્ટર પરિપત્રને બુધવારે જાહેર કરીને ઈરડાએ જણાવ્યું હતું કે ઈરડાએ કહ્યું હતું કે, ફ્રી લુક અવધી હવે 30 દિવસની છે. પહેલા આ સમયગાળો 15 દિવસનો હતો. ફ્રી લુક સમયગાળામાં પોલીસીના નિયમો અને શરતોને સમીક્ષા કરવા માટે સમય આપવામાં આવે છે.
ઈરડાએ જણાવ્યું હતું કે, આ વીમા નિયામક દ્વારા પોલીસી ધારકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા સુધારામાં એક મહત્વનું પગલું છે. હવે નવીનતાને પ્રોત્સાહન આપવા, ગ્રાહક અનુભવ અને સંતુષ્ટિને વધારવા માટે અનુકુળ વાતાવરણ ઉપલબ્ધ છે.