ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
રાણાવાવ કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી અમીપુર ડેમની કમગીરી અંગે સ્થળ ઉપર જઈ કામની સમીક્ષા કરી હતી.તેમજ આ કામ વહેલીતકે પૂર્ણ કરી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેવા પણ સૂચનો કર્યા હતા. કુતિયાણા નજીક અમીપુર ડેમ આવેલ છે.આ ડેમનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે આ કામગીરી અંગે રાણાવાવ કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા સ્થળ મુલાકાત કરી આજુબાજુના ગામના સરપંચઓ અને આગેવાનોને તથા લોકોને સાથે રાખી કામનું નિરીક્ષણ કરી કામ જલ્દી પૂરું કરી અને લોકોને સિંચાઈ નું પાણી મળી તે માટે સુચન પણ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા કર્યા હતા.અમીપુર ડેમ મારફતે ઘેડ પંથકના અનેક ગામોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે.
- Advertisement -