ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ રેલવે વિભાગ દ્વારા ભાવનગર, વેરાવળ ટ્રેનને શાપુર સ્ટોપેજ આપતા મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. રેલવે તંત્ર દ્વારા ભાવનગર, વેેરાવળની દૈનિક ટ્રેનને શાપુર સ્ટોપ આપવામાં આવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. આ ટ્રેન શાપુર સ્ટેશન પર આવતા ગ્રામજનો દ્વારાઢોલીનાદ સાથે ટ્રેનના કર્મચારીઓનું ફુલહાર પહેરાવી અને પેડાથી મો મીઠુ કરાવી સ્વાગત કરાયું હતુ. આ ટ્રેન શાપુર સ્ટેશનેથી વેરાવળ જવા સવારે 9:30 વાગ્યે અને સાંજે 4 વાગ્યે ભાવનગર જવા માટે મળી રહેશે. શાપુર ખાતે ટ્રેનનો સ્ટોપેજ અપાતા સ્થાનિક ઉપરાંત વંથલી, માણાવદર અને જૂનાગઢના મુસાફરોન તેનો લાભ મળી રહેશે.