પોલીસે વનસ્પતિ જન્ય ગાંજાનો 1996 ગ્રામ જથ્થો કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી નશીલા પદાર્થની હેરાફેરી તેમજ વેપલો કરનાર ઇસમ સામે ધોરણસરની કાર્યવાહી કરવાના આદેશ કરતા જૂનાગઢ એસઓજી પીઆઇ પી.કે.ચાવડા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી તથા સ્ટાફ દ્વારા જૂનાગઢના ઇસમને વનસ્પિતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો.
- Advertisement -
જૂનાગઢ એસઓજી પોલીસને મળેલી ખાનગી રાહે બાતમીના આધારે જયશ્રી રોડ પર પેટ્રોલીંગમાં હતા ત્યારે ભરત ઉર્ફે પુરાના વાલજીભાઇ બગડા (ઉ.વ.39) રહે.જૂનાગઢ વાળાને રોકી તેની બાઇકની તલાસી લેતા તેની પાસેથી વનસ્થિતી જન્ય નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો 1996 ગ્રામ જેની કિંમત રૂા.19960 તથા મોબાઇલ ને સ્કુટર બાઇક મળી કુલ રૂા.55,880ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.જયારે આ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો તેણે શહેરની ખાનગી ટ્રાવેલ્સ બસના પાર્સલમાં મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યુ છે. જયારે આ નશીલા ગાંજામાં અન્ય એક આરોપી તુષાર જોષી હોવાનું નામ ખુલતા એસઓજી પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.