પેરાસીટામોલની ગોળીઓ અને ગરમી વચ્ચે કોઈ સંબંધ નથી
- Advertisement -
ઉનાળામાં આગઝરતી ગરમી પડી રહી છે. લૂ અને હિટવેવની અસર શરીર પર પણ પ઼ડી રહી છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ઉનાળામાં દવાઓ ઓછી માત્રામાં લેવી જોઈએ, નહીં તો તે શરીરમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ઘણા લોકો ઉનાળામાં તાવની ગોળી પેરાસીટામોલને નુકસાનકારક માને છે. કહેવાય છે કે ઉનાળાની ઋતુમાં પેરાસીટામોલનું વધુ પડતું સેવન કરવાથી લીવરને નુકસાન થાય છે. જો કે આ અંગે ડોકટરોના મંતવ્યો અલગ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ઘણી દવાઓ શરીરના તાપમાનને અમુક સમય માટે વધારી શકે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય પર કોઈ ખાસ ફરક પડતો નથી. પેરાસીટામોલની ગોળીઓ અને ગરમી વચ્ચે કોઈ સંબંધ નથી.
તબીબોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિને તાવ આવે છે ત્યારે ડૉક્ટરની સલાહ લીધા પછી પેરાસિટામોલની ગોળીઓ લઈ શકાય છે. તેને ગરમી કે ઠંડી સાથે કોઈ લેવાદેવા નથી. જો કે કોઈ પણ કારણ વગર દવા ન લેવી જોઈએ, કારણ કે જરૂરિયાત વગર દવા લેવાથી શરીર પર ગંભીર આડઅસર થઈ શકે છે. આ માત્ર પેરાસિટામોલ સાથે જ નહીં, પરંતુ તમામ દવાઓ સાથે થાય છે. તાવની સમસ્યા હોય તો ઉનાળામાં પણ પેરાસિટામોલની ગોળીઓ લઈ શકાય છે.
ગરમ શરીરને તાવ ન સમજો
- Advertisement -
ડોક્ટરોએ જણાવ્યું કે ઉનાળામાં બહાર તડકામાં રહેવાને કારણે ઘણા લોકોનું શરીર ગરમ થઈ જાય છે અને તેઓ તેને તાવ સમજવા લાગે છે. આવી સ્થિતિમાં લોકોએ પહેલા પાણી પીવું જોઈએ અને થોડો સમય ઘરની અંદર રહીને શરીરને ઠંડુ કરવું જોઈએ. આ પછી શરીરનું તાપમાન થર્મોમીટરથી તપાસવું જોઈએ. જો આમાં તાવ દેખાય તો પેરાસીટામોલ દવા લેવી જોઈએ. જો થર્મોમીટરમાં તાપમાન સામાન્ય છે, તો ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક થાઈરોઈડ અને મેનોપોઝના કારણે શરીર લાંબા સમય સુધી ગરમ રહે છે. આવા લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
દરરોજ 3-4 લિટર પાણી પીવું
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉનાળામાં, લોકોએ તેમના શરીરને ઠંડુ રાખવા માટે દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં પાણીયુક્ત ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ સિઝનમાં લોકો લીંબુ પાણી અને શિકંજી બનાવીને પી શકે છે.
આ બહેતર હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવશે. ઉનાળામાં છાશ અને લસ્સીનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ વ્યક્તિ સારા આહાર અને યોગ્ય હાઇડ્રેશન પછી પણ હંમેશા ગરમ લાગે છે, તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.