લોકસભા ચૂંટણીમાં મળેલા બહુમત બાદ પીએમનું કાર્યકરોને સંબોધન
લક્ષ્યથી ઓછી સીટો મળવા છતાં મોદીના ભાષણમાં નિરાશાનો સૂર નહીં, બલકે કાર્યકર્તાઓમાં જોશ ભર્યો: પીએમે ટીડીપી અને જેડીયુના નેતૃત્વમાં મળેલી જીતનો ખાસ ઉલ્લેખ કર્યો
- Advertisement -
લોકસભા 2024ની ચૂંટણીમાં એનડીએને મળેલી બહુમતી બાદ વડાપ્રધાન મોદીએ ભાજપા મુખ્યાલયમાં કાર્યકર્તાઓને મળ્યા હતા. જેમાં તેમણે કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. અને પોતાના આગામી કાર્યકાળની પ્રાથમિકતાઓને સ્પષ્ટ કરીને તેમનો ત્રીજો કાર્યકાળ દેશમાં મોટા ફેસલાનો નવો અધ્યાય લખશે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યુ હતું કે આપણી પાસે રોકાવાનો અને ઉભા રહી જવાનો સમય નથી વિકસિત ભારત માટે નિરંતર મોટા અને ઉત્તમ ફેસલા લઈશું.
વડાપ્રધાને કાર્યકર્તા સાથેના મિલનમાં વધુમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને જડથી ખતમ કરી નાખશું. વડાપ્રધાને પોતાના ભાષણમાં ઓરિસ્સામાં પહેલીવાર બનવા જઈ રહેલી ભાજપ સરકાર અને આંધ્ર પ્રદેશમાં એનડીએની તેલુગુદેશમના નેતૃત્વમાં બનનારી સરકારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ જણાવ્યું હતું કે, રાજયોની વિધાનસભાઓમાં એનડીએને મોટી જીત મળી છે. અરૂણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને સિકકીમમાં એનડીએને ભારે સફળતા મળી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, એનડીએને સતત ત્રીજીવાર દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે.
- Advertisement -
મોદીએ ભાષણની શરૂઆત જય જગન્નાથથી કરી
મોદીએ આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રાબાબુ નાયડુ અને જદયુના અધ્યક્ષ નીતીનકુમારના નેતૃત્વમાં મળેલ શાનદાર પ્રદર્શન માટે તેમનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો.
મોદીના ભાષણમાં ભાજપે મોટા લક્ષ્યને હાંસલ ન કરવાની નિરાશા નહોતી, બલકે ઓછી સીટો છતા પોતાના આગળના લક્ષ્યોને લઈને મજબૂતી સ્પષ્ટ દેખાતી હતી. તેમણે પોતાના ભાષણોની શરૂઆત ‘જય જગન્નાથ’થી કરી હતી. કારણ કે ઓરિસ્સામાં પહેલીવાર ભાજપની સરકાર બની રહી છે.
ગરીબીને દેશના ભૂતકાળનો ભાગ બનાવશું
વડાપ્રધાને બેધડક જણાવ્યું હતું કે, તે રોકાનાર નથી. આગામી કાર્યકાળમાં તે ગરીબીને દેશનો ભૂતકાળ બનાવશે.
બધા રાજયો સાથે મળીને કામ કરશું
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તે બધા રાજયો સાથે મળીને કામ કરશે ભલે ત્યાં કોઈપણ પક્ષની સરકાર હોય.