ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
લોકસભા ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ એક તરફ દેશ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જનતાને મોટો ઝટકો આપ્યો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.
- Advertisement -
આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ 5 ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. માહિતી અનુસાર, હાઇવે યુઝર ફી વાર્ષિક સુધારણા હેઠળ અગાઉ (1 એપ્રિલ) લાગુ થવાની હતી, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.
NHAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નવા દરો 3 જૂન, 2024થી લાગુ થશે. તેમણે કહ્યું કે ટોલ ફીમાં સુધારો કરવો એ વાર્ષિક કવાયતનો એક ભાગ છે, જે જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ફી આધારિત પ્લાઝા છે, જેના પર નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008 મુજબ યુઝર ફી વસૂલવામાં આવે છે. તેમાંથી લગભગ 675 પબ્લિક ફંડેડ છે અને 180 ક્ધસેશનર દ્વારા સંચાલિત છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના એક અધિકારીએ જણાવ્યું કે ટોલ દરોમાં 3થી 5 ટકાનો વધારો સોમવાર, 3 જૂન, 2024થી અમલમાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે યુઝર ફી (ટોલ) દરોમાં સુધારો ચૂંટણી દરમિયાન મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, આ દરો 3 જૂનથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે ટોલ ટેક્સ એક એવી ફી છે જે કેટલાક આંતરરાજ્ય એક્સપ્રેસવે, રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો ક્રોસ કરતી વખતે ડ્રાઇવરોએ ચૂકવવી પડે છે. આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હેઠળ આવે છે.
- Advertisement -
જો કે, ટુ-વ્હીલર ચાલકોને ટોલ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વિપક્ષ અને ઘણા વાહનચાલકો ટોલના દરમાં વાર્ષિક વધારાનો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે તેનાથી આવશ્ર્યક ચીજવસ્તુઓના પરિવહનના ખર્ચમાં વધારો થાય છે અને મુસાફરો પર બોજ પડે છે.
ગઈકાલે દૂધના ભાવમાં વધારાની જાહેરાત થઈ હતી
4 જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થશે. જોકે, તેના ત્રણ દિવસ પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલાં અમૂલનું દૂધના ભાગ લોકોને દઝાડશે. અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 વધ્યા છે, અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે. આ ભાવવધારો આજે સોમવાર(3 જૂન)થી લાગુ થશે. ૠઈખખઋએ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બનશે. 3 જૂને દૂધ ખરીદવા જનારે પ્રતિ લિટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. જેથી અમૂલ ગોલ્ડમાં 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લિટર 54 અને શક્તિના પ્રતિ લિટરે 60 રૂપિયા ચૂકવવા પડશે.



 
                                 
        

 
         
         
        