ચૂંટણી પરિણામો પહેલા રાહતના સમાચાર : 19 કિલોગ્રામવાળા બાટલામાં રૂા. 72 સુધીનો ઘટાડો સતત ત્રીજા મહિને ઘટયા ભાવ : નવો ભાવ દિલ્હીમાં રૂા. 1676 : ઘર વપરાશના સિલિન્ડરનો ભાવ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.1
- Advertisement -
જૂન મહિનો શરૂ થતાં જ લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે (1 જૂન) દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજો મહિનો છે જયારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ કંપનીઓએ હજુ સુધી 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈંઘઈકની વેબસાઈટ અનુસાર, નવા દરો 1 જૂન, 2024થી લાગુ કરવામાં આવશે. આવો જાણીએ કયા રાજયમાં ગેસના ભાવમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
આજે (1 જૂન), લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. મતદાનના સાતમા તબક્કાની શરૂઆત પહેલા જ કંપનીઓએ સવારે 6 વાગ્યે કોમર્શિયલ એલપીજી ગ્રાહકોને ભેટ આપી છે. જો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 69.50 રૂપિયાનો ઘટાડો થશે, જો કોલકાતાની વાત કરીએ તો સિલિન્ડરની કિંમતમાં 72 રૂપિયાનો ઘટાડો થશે. તેમાં રૂ. 69.50નો ઘટાડો થશે અને ચેન્નાઇમાં તે રૂ. 70.50 સસ્તો થશે. આ ઘટાડો માત્ર કોમર્શિયલ એલપીજી ગ્રાહકો માટે છે, હાલમાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે 1676.00 રૂપિયા થઈ ગઈ છે જે પહેલા 1745.50 રૂપિયામાં મળતી હતી. આ રીતે તેમાં 69.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા છે, જયારે ઉજ્જવલા લાભાર્થીઓ માટે તેની કિંમત 603 રૂપિયા છે. હવે 19 કિલોનું સિલિન્ડર કોલકાતામાં 1787 રૂપિયા, મુંબઈમાં 1629 રૂપિયા અને ચેન્નાઈમાં 1840.00 રૂપિયામાં મળશે. ઘટાડેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. 19 કિલોના સિલિન્ડરને હલવાઈ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. તેના ભાવ ઘટાડાથી ખાવા-પીવાનું સસ્તું થવાની ધારણા છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સતત ત્રીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે.
- Advertisement -
દેશના ઘણા રાજયોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને ઘટાડો થયો છે. ગયા મહિને એપ્રિલમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી મે મહિનાની શરૂઆતમાં આ કિંમતો ઘટાડીને 19 રૂપિયા કરવામાં આવી હતી. મે મહિનામાં કિંમતમાં ઘટાડા બાદ સિલિન્ડરની કિંમત નવી દિલ્હીમાં 1745.50 રૂપિયા, કોલકાતામાં 1859 રૂપિયા, મુંબઈમાં 1698.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1911 રૂપિયા હતી.



