અક્ષર સ્કૂલે ઇમ્પેક્ટ ફી અને ફાયર NOC હોવા છતાં બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું
ટીઆરપી અગ્નિકાંડ બાદ નવા મ્યુ. કમિશનર દ્વારા જે સ્કૂલોમાં ફાયર એનઓસી ન હોય તે સ્કૂલો, સંકુલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને ગઇકાલે 43 સંકુલોને સીલ કરવામાં આવ્યા હતાં અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તે મ્યુ. કમિશનર દેસાઇએ કહ્યું હતું. ત્યારે રૈયા રોડ પરની અક્ષર સ્કૂલના સંચાલકે 25 લાખના ખર્ચે ઉભું કરેલુ ટેમ્પરરી સ્ટક્ચર જે મનપામાં ઇમ્પેક્ટ ફી અને ફાયર એનઓસી હોવા છતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી સ્વેચ્છાએ દુર કર્યું હતું.
- Advertisement -