એપ્રિલ 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.20 લાખથી વધુનું હતું
TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે દરરોજ એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આજે એક મોટો ખુલાસો થયો છે. રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું. TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું રાજકોટના TRP ગેમઝોનનો ગ્રાહક નંબર – 88610245373 હોવાનું ખૂલ્યું છે. જેના આધારે જાન્યુઆરી 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ 78,848 હતું.
- Advertisement -
ફેબ્રુઆરી 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.28 લાખથી વધુનું હતું. માર્ચ 2024માં TRPગેમઝોનનું લાઈટ બિલ 54,228 હતું અને એપ્રિલ 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.20 લાખથી વધુનું હતું. નોંધનીય છે કે, રાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી છે TPO એમ.ડી. સાગઠિયા. જી હા…કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે. રાજકોટ ફાયર સ્ટેશનના ઑફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ છે. તો રાજકોટ આગકાંડમાં 4 ભ્રષ્ટ અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે.’
રાજકોટ મનપા કચેરી ખાતે એસીબીનું સર્ચ પૂર્ણ
મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની જબરજસ્ત ચર્ચા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મનપા કચેરી ખાતે એસીબીની ટીમ દ્વારા સાંજના સમયે ટાઉન પ્લાનિંગ શાખા અને ફાયર શાખાની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી, સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રીના 10 વાગ્યા આસપાસ એસીબીની ટીમ દ્વારા તપાસ પૂર્ણ થઇ ગઈ છે અને આ બંને વિભાગમાંથી મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાની ભારે ચર્ચા જાગી છે જેનો કોર્પોરેશન લોબીમાં ગણગણાટ થઇ રહયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે.
- Advertisement -
એને લઇને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. એમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે.