સોરઠ પંથકમાં મૌસમે મિજાજ બદલ્યો 3 ડિગ્રીનો ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં મૌસમે આજ સવારથી મીજાજ બદલાતો જોવા મળ્યો સવારથી ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાતા 40 ડિગ્રી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળતા લોકોએ ગરમીથી આશિંક રાહત અનુભવી હતી અને ઠંડો પવન ફુંકાતા જાણે વર્ષા ઋતુનું આગમન નજીક હોઈ તેવો એહસાસ જોવા મળ્યો હતો જયારે ગિરનાર પર્વત પર સવારથી વાદળો ઘેરાયેલ જોવા મળ્યા હતા ત્યારે પર્વત પર યાત્રા કરવા આવતા યાત્રિકોએ પણ ભારે પવનનો સામનો કરવો પડ્યો હતો અને બીજી તરફ ગીરનારના પહાડો વાદળોથી ઘેરાયેલ જોવા મળતા અદભુત નજારો જોવા મળ્યો હતો.
જૂનાગઢ શહેર અને ગીરનાર પહાડો પર સવારથી પવન ગતિ વધતા રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો રોપ-વે સેવા બંધ થતા ગિરનાર પર્વત પરના દેવ સ્થાનોના દર્શન કરવા આવતા યાત્રિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઘણા યાત્રિકો દૂર દૂર થી રોપ-વેની સફર માણવા આવતા હોઈ છે તેને પરત ફરવું પડ્યું હતું બીજી તરફ ઘણા યાત્રિકો રોપ-વે બંધ થતા પર્વત પર સીડી ચડીને યાત્રા કરી હતી જયારે ગિરનાર પહાડો પર ભારે પવન સાથે આંધી જોવા મળતા યાત્રિકોએ તેજ પવનનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સોરઠ પંથકમાં છેલ્લા બે – ત્રણ દિવસથી તાપમાન 40 ડિગ્રી આસપાસ જોવા મળતું હતું જયારે આજે સવારથી મૌસમે મિજાજ બદલાતા 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે તાપમાનમાં ઘટાડો થતા અને ઠંડા પવનની શરૂઆત થતા લોકોને ગરમી માંથી આશિંક રાહત અનુભવી હતી અને જાણે વર્ષા ઋતુનું આગમન થયું હોઈ તેવી એહસાસ અનુભવ્યો હતો અને વાદળોથી ઘેરાયેલ આકાશનો અદભતું નજારો જોવા મળ્યો હતો અને તેજ ગતિએ પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી અને ગરમીથી થોડા ઘણા અંશે રાહત અનુભવી હતી હજુ વરસાદ આવવાને રાહ છે ત્યારે મૌસમ બદલતા વાતાવરણમાં પલટો આવતા લોકોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો હતો.
ગિરનારના પહાડો વાદળોથી ઘેરાયેલો જોવાનો અદ્દભૂત નજારો
- Advertisement -
ચોમાસાંનું જૂનની 15 તારીખ આસપાસ આગમન થશે
ચોમાસુ અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આગામી તા.15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે તેમ હવામાન વિભાગની આગાહી છે.જેમાં હાલ કોઈ વાવાઝોડાની અસર નથી તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું જોકે સોમાસ ઋતુની શરૂઆત પહેલા પવનની ગતિમાં વધારો થશે તેમ જણાવ્યું હતું અને વરસાદના આગમન પેહલા ખેડૂતોએ પણ વાવણી પ્રક્રિયાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે અને ઉનાળુ સીઝનનો પાક લાણી લેવામાં જોતરાયા છે.