3 વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું, તમે શું ઊંઘતા હતા?
અમે રાજકોટ મ્યુ. કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પણ હવે નથી કરતા: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે HCમાં સાડા ચાર કલાક સુનાવણી ચાલી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
ગઈકાલે 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.
અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ સમક્ષ સાડા ચાર કલાક સુનાવણી ચાલી હતી. કોર્ટે સરકારથી લઈ સ્થાનિક ઓથોરિટીઓની ઝાટકણી કાઢી હતી.
રાજકોટ પોલીસ કમિશનર TRP ગેમ ઝોનને કોઈ પરમિશન અપાય હતી, તેની માહિતી આપે. 3 જૂન પહેલા એફિડેવિટ ફાઈલ કરશે. બીજા કોર્પોરેશન પણ એફિડેવિટ ફાઈલ કરશે. નોટિસ રિટર્નેબલ 6 જૂન આગળ રેગ્યુલર કોર્ટ શરૂ થશે. ત્યારે ચીફ જજની બેન્ચ સમક્ષ આ PIL ચાલશે. છેલ્લે RMC તરફથી કોઈ રજૂઆત થતાં કોર્ટે કહ્યું હતું કે, અમે RMCના કમિશનરે સસ્પેન્ડ કરવાના હતા પણ કરાતા નથી. કોર્ટે કહ્યું કે, અમે અત્યારે અમારી જાતને ઓફિસરોને સસ્પેન્ડ કરતાં રોકીએ છીએ. RMC કમિશનર કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરે, GDCR રેગ્યુલેશનના અમલ માટે શું કર્યું. જેમાં સ્ટ્રક્ચરલ નિર્માણનો સમાવેશ થાય છે. આવી જગ્યાઓ ઉપર નિયમિત ચેકિંગ થાય છે તે મ્યુનિસપિલ વિસ્તારમાં ચીફ ફાયર ઓફિસર એફિડેવિટ ઉપર આપે કે લાયસન્સ લીધું છે, સાધનો પૂરતા છે વગેરે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ક્યાં પગલાં લીધા કે જે હાઇકોર્ટે ફાયર સેફ્ટી PILમાં નિર્દેશ તરીકે આપ્યા હતા.
- Advertisement -
શા માટે કોર્ટના નિર્દેશોનું પાલન થયું નથી તે જણાવે.
કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાયદાનું સાશન પ્રવર્તવું જોઈએ, લોકો પ્રત્યે ઓથોરિટીએ જવાબદાર હોવું જોઈએ. ઓથોરિટીએ નિરીક્ષણ કર્યું નહીં, ગેમ ઝોન ચાલતો રહ્યો અને નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા. આગને લગતી ઙઈંકમાં હાઇકોર્ટે આપેલું નિર્દેશોનું પાલન થયું નથી તે કંટેમ્પ બરાબર છે.
કોર્ટે કહ્યું કે, આ દુર્ઘટના આંખ ઉઘાડનાર છે, સૌથી દુ:ખદ વાત એ છે કે, નિર્દોષ બાળકો પણ મર્યા છે. રાજ્યએ પણ દર વખતની જેમ સીટની રચના કરી છે. ગેમ ઝોન પાસે જરૂરી મંજૂરીઓ નહીં અને રેગ્યુલરાઈઝેશન માટે માગ કરી હતી. છખઈના અધિકારીઓના નાક નીચે પરમિશન વગર ગેમ ઝોન ચાલતું હતું. આવા ગેમ ઝોન પોલીસના ધ્યાને હોવા છતાં ચાલે છે કોર્ટે કહ્યું કે, કેટલાક ન્યુઝ પેપરના રિપોર્ટ્સ ધ્યાને લીધા છે. તક્ષશિલાની ઘટનાના ઉલ્લેખમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાનો ઉલ્લેખ જેમાં 8 લોકોના મોત થયા હતા. શાહીબાગમાં એક છોકરીનું જાન્યુઆરી, 2023 માં આગમાં મોત થયું હતું. જુલાઈ, 2023માં રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી હતી. 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135ના મોત થયા હતા. હરણી તળાવ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા. આ સાતમી ઘટના છે. રાજકોટની ઘટનામાં કેટલાક લોકો મિસિંગ છે.
મોટા માથાઓને બચાવવા બીજા અને ત્રીજા વર્ગના કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા
2PI સહિત 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ રાજકોટ અગ્નિકાંડમાં ધારણા મુજબ જ મોટા અધિકારીઓ અને રાજકારણીઓને બચાવવાનો ખેલ શરૂ થઇ ચૂકયો છે. ઉચ્ચ અધિકારીઓને ઘેર બેસાડવાના બદલે આજે કલાસ 3 કક્ષાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા, આર એન્ડ બી તથા પોલીસ વિભાગનાં જવાબદાર અધિકારીઓના તપેલા ચડી ગયા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી.જોષી, એ.ટી.પી. જયદીપ ચૌધરી, આર એન્ડ બી વિભાગનાં ડેપ્યુટી ઈજનેર એમ.આર.સુમા તેમજ નાયબ ઈજનેર પી.એમ.કોઠીયા સાથે જે તે વખતે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવનાર પીઆઈ વી.આર.પટેલ તેમજ તત્કાલીકન લાયસન્સ શાખાના પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાંડમાં તપાસ થાય તો ભાજપના નેતાઓ સુધી રેલો પહોંચવાની શકયતા છે.