ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ શહેરની કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના સભ્યો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી સ્માર્ટ મિટરનો વિરોધ કર્યો હતો. જેમાં તેને સરકાર દ્વારા જનતાની માલીકીના જાહેર ક્ષેત્રના અનેક નિગમો, કંપનીઓ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેના વિરોધમાં તેમજ હાલ ગુજરાતમાં વધુ એક વીજ પુરવઠો પુરો પાડતી કંપનીએ વિકાસના નામે ખાનગીકરણ કરી જાહેર જનતાને લૂંટીને ખાનગી કંપનીઓને લાભ અપાવવાના મલીન ઇરાદા સાથે તાજેતરમાં જાહેર જનતાની સહમતી વિના પ્રિપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેના ચાર્જસ અનેગણા વધારે છે અનેક વિસંગતતાઓ છે જે સામાન્ય જનતાને પરવડે નહીં ત્યારે આ પ્રિપેઇડ મીટર લગાવવાનો જે કોન્ટ્રાકટ ખાનગી કંપનીને આપવામાં આવેલ છે
- Advertisement -
તે તાકીદ રદ્દ કરવામાં આવે અને જુની જે સીસ્ટમ છે તે યથાવત રાખવામાં આવે આ ઉપરાંત જાહેર ક્ષેત્રના જેવાકે રેલવે, એરપોર્ટ, વિમા કંપની, નિગમો વગેરે જે જાહેર ક્ષેત્રની સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તે નિંદનીય છે અને આ તમામ કરારો જે તે ખાનગી કંપનીઓ સાથે કરવામાં આવેલ છે તે રદ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા આગામી દિવસોમાં ગાંધીચિંઘ્યા માર્ગે નાછુટકે જન આંદોલનનો રાહ અપનાવવો પડશે.