ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભારતની આ ચૂંટણી પર માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્ર્વની નજરો છે. આ લિસ્ટમાં ચીન પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલી સીટ જીતશે, તે હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જણાવશે. પડોશીઓના ઘરમાં ડોકિયું કરવાની અને બબડાટ કરવાની ટેવથી મજબૂર ચીને ભારતમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી પર મોં ખોલ્યું છે.
- Advertisement -
આ વખતે તો એક નંબર લઈને આવ્યું છે. જેમ આપણા દેશમાં તમામ નેતા પોત-પોતાની રીતે ગઉઅ ની સીટો જણાવી રહ્યાં છે. તે રીતે એક નંબર બેઈજિંગથી પણ આવ્યો છે. જિનપિંગના મીડિયા પાર્ટનર ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે 2024ની ચૂંટણીમાં મોદીની જીતનો જાદુઈ આંકડો શું છે. અમે તમારા આ સવાલનો જવાબ આપીશું. રાહુલ ગાંધીનું કહેવું છે કે ભાજપને 150 સીટો મળશે. જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણી બરોબર થઈ તો 200 સીટથી વધુ નહીં આવે. મલ્લિકાર્જુન ખડગેએ ત્યાં સુધી કહ્યું કે ભાજપ 200 પાર કરી શકશે નહીં. તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીને 220-230 સીટો આવી રહી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ કહી ચૂક્યા છે કે આ સીટમાં એનડીએને કેટલી સીટો આવશે. પરંતુ ભારતના ચૂંટણી અંક ગણિત પર ચીનનું અલગ કહેવું છે. ભારતની ચૂંટણીમાં રસ ધરાવી રહેલા ચીને સીટોને લઈને ભવિષ્યવાણી કરી છે.
મોદી સહિત ભાજપના દરેક નેતા આ વખતે 400 પારનો નારો લગાવી રહ્યાં છે. ભાજપના મોટા નેતા અમિત શાહે કહી દીધુ કે બહુમતનો આંકડો તો મતદાનના ચાર તબક્કામાં પૂરો થઈ ગયો છે અને આગામી ત્રણ તબક્કામાં 400 પાર થશે.અખબારે લખ્યું કે ચૂંટણીમાં સ્વિંગ વોટર્સને પોતાના તરફ ખેંચી 430 સીટ જીતવા માટે મોદી ચીન અને ભારતના સંબંધોને સરળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. સ્વિંગ વોટર્સ એટલે એવા મતદાતા જે અંતિમ સમયે નિર્ણય કરે છે કે મત કોને આપવો. આ પ્રથમવાર છે જ્યારે ચીનના સરકારી અખબારે પીએમ મોદી માટે સીધે સીધો સીટનો આંકડો લખી દીધો છે. મોદી માટે જેટલી સીટો જીતવાનું લક્ષ્ય ચીને કહ્યું છે એટલો ટાર્ગેટ તો ભાજપે પણ રાખ્યો નથી. મોદી કહે છે 400 પાર અને ચીન કહી રહ્યું છે 430 પાર. ક્યાંક એવું તો નથીને કે ચીનને લાગી રહ્યું હોય મોદી આ વખતે 430 સીટ જીતશે.
એક તરફ વિપક્ષ 200–230 સીટો જીતવાનું કહી રહ્યાં છે. જ્યારે પીએમ મોદી કહી રહ્યાં છે કે 400 સીટો જીતીશું અને ચીનને લાગી રહ્યું છે કે મોદી 430 સીટ જીતી જશે. ત્યારે તો ગ્લોબલ ટાઈમ્સે પોતાના આર્ટિકલમાં 430 સીટનો ઉલ્લેખ કર્યો છે.
- Advertisement -
શું છે ચીનનું ગણિત?
ગઉઅની સીટોને લઈને તમને પીએમ મોદી, અમિત શાહથી લઈને અન્ય નેતાઓના દાવાઓ જણાવ્યા. હવે તમને બેઈજિંગનો સર્વે જણાવી દઈએ. એટલે કે 2024ની ચૂંટણીમાં ચીનનો નંબર. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે પોતાના આર્ટિકલમાં જે લખ્યું તે વાંચો.