ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના બીજા સેમિફાઇનલ પંહોચી શકે છે પરંતુ ICC અને વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે સાથે મળીને બીજી સેમીફાઈનલની પ્લેઈંગ કન્ડીશનમાં ફેરફારમાં કરવામાં આવ્યા છે જે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડી શકે છે.
ક્રિકેટનો મહાકુંભ T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ કારણે ફેન્સ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આગામી T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર યોજાવા જઈ રહ્યો છે અને ICCએ આ માટેનું શેડ્યૂલ પહેલાથી જ જાહેર કરી દીધું છે. આ માટે પ્રથમ સેમિફાઇનલ 26 જૂને અને બીજી સેમિફાઇનલ 27 જૂને યોજાશે. ફાઈનલ મેચ 29 જૂને રમાશે. પરંતુ હવે T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ બીજી સેમિફાઇનલ માટે મોટો ફેરફાર થયો છે.
- Advertisement -
🚨 REPORTS 🚨
India have been allotted the second semi-final in T20 World Cup 2024 on June 27 in Providence, Guyana, if they qualify for the knockouts stage.
The decision to allocate the Guyana semi-final to India is likely due to the match timings. It is set to commence at… pic.twitter.com/I4R99o0M0s
- Advertisement -
— Sportskeeda (@Sportskeeda) May 15, 2024
આ નિર્ણય ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડી શકે છે!
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના બીજા સેમિફાઇનલ પંહોચી શકે છે પરંતુ ICC અને વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે સાથે મળીને બીજી સેમીફાઈનલની પ્લેઈંગ કન્ડીશનમાં ફેરફારમાં કરવામાં આવ્યા છે જે ટીમ ઈન્ડિયાને નુકસાન પહોંચાડી શકે છે. એવો નિર્ણય લીધો છે કે વરસાદના પડે એવી સ્થિતિમાં બીજી સેમિ-ફાઇનલ મેચમાં વધુ 250 મિનિટ એટલે કે ચાર કલાક અને 10 મિનિટ માટે રમાશે જેથી વિજેતા ટીમ નક્કી કરવામાં આવશે. એકંદરે, જો વરસાદ પડે, તો તે દિવસે મેચ પૂર્ણ થવામાં આઠ કલાકથી વધુનો સમય રહેશે.
ભારત બીજી સેમિફાઇનલ રમશે તેવી સંભાવના છે
આઈસીસીએ આ નિર્ણય એટલા માટે લીધો છે કે મેચ તે જ દિવસે સમાપ્ત થાય. અહેવાલમાં જણાવાયું છે કે જો રિઝર્વ ડે રાખવામાં આવ્યો હોત, તો બીજી સેમી ફાઈનલના વિજેતાને બીજા દિવસે જ ફાઈનલ રમવી પડી હોત. એવામાં હવે વાત એ છે કે ભારત બીજી સેમિફાઇનલ રમશે તેવી સંભાવના છે.
2024 T20 World Cup
Reserve Day allotted only for the 1st Semi Final.
Additional 250 minutes given to complete 2nd Semi Final if rain interrupts i.e. 8 hrs to complete the 2nd semi-final.
Team finishing higher in Super8 stage will advance to the Final if 2nd Semi washed out.… pic.twitter.com/myLJijPfCl
— Cricketopia (@CricketopiaCom) May 14, 2024
ટીમ ઈન્ડિયા બદલાયેલા નિયમોનો શિકાર બની શકે!
એવામાં આ નવા નિયમ મુજબ બીજા સેમિફાઇનલ 27 જૂન ગયાનામાં રમાશે જ્યારે ફાઇનલ મેચ 29 જૂને કિંગ્સટન ઓવલ ખાતે રમાશે. નવા નિયમો અનુસાર, 28 જૂન ફાઇનલમાં પહોંચનારી ટીમો માટે ટ્રાવેલિંગનો દિવસ હશે. પરંતુ જો વરસાદ આવ્યો અને જો કંઈક ખોટું થાય છે તો ટીમ ઈન્ડિયા બદલાયેલા નિયમોનો શિકાર બની શકે છે.
ફાઇનલિસ્ટને સતત બે દિવસ સુધી નોકઆઉટ મેચ રમવાની થાત
આ નિયમમાં બદલાવ એટલા માટે કરવામાં આવ્યો છે કે બંને સેમિફાઇનલ અનુક્રમે 26 અને 27 જૂનના રોજ રમવાની છે અને ત્યારબાદ 29મી જૂને ફાઈનલ છે. જો બીજી સેમી ફાઈનલ રિઝર્વ ડે એટલે કે 28મી જૂને જાય છે તો ફાઈનલ બીજા દિવસે યોજાય છે. આવી સ્થિતિમાં અન્ય ફાઇનલિસ્ટને સતત બે દિવસ સુધી નોકઆઉટ મેચ રમવી પડી શકે છે. આ જ કારણ છે કે બીજી સેમિફાઇનલમાં રિઝર્વ ડે ન મળી શક્યો.