લોકસભા ચૂંટણીના પરિણામો તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે સુધારા સાથે ખૂલ્યા બાદ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ આજે 96 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 196.86 પોઈન્ટ વધ્યો હતો. જો કે, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ સહિત બેન્કિંગ શેરોમાં વેચવાલીનું પ્રેશર સર્જાતા 10.30 વાગ્યા સુધીમાં 288 પોઈન્ટ તૂટી 72822.66 થયો હતો. 11.00 વાગ્યે 24 સુધરી 73129.27 પર ટ્રેડ થઈ રહ્યો છે.
- Advertisement -
નિફ્ટીએ 22 હજારનું લેવલ જાળવ્યું
નિફ્ટી 50એ આજે વોલેટિલિટી વચ્ચે 22 હજારનું લેવલ જાળવતાં ટ્રેડ થઈ રહ્યો છે. 11 વાગ્યા સુધીમાં નિફ્ટી 30.60 પોઈન્ટ સુધરી 22248.45ના લેવલે કારોબાર થઈ રહ્યો હતો. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ VIX 1.98 ટકા ઉછળી 20.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બેન્ક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ, નિફ્ટી એફએમસીજી તથા નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.74 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
રોકાણકારોની મૂડી વધી
બીએસઈ ખાતે માર્કેટ કેપ ગઈકાલના બંધ સામે વધી 403.59 લાખ કરોડ થયું હતું. જે 1.68 લાખ કરોડનો વધારો દર્શાવે છે. શેરબજારમાં માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ જોવા મળી છે. બીએસઈ પેકમાં 2179 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1301 સ્ક્રિપ્સ ઘટાડે ટ્રેડ થઈ રહી છે. 232 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 127માં લોઅર સર્કિટ જોવા મળી છે.
- Advertisement -