ધનસુખ ભંડેરી ગુરદાસપુર તથા કમલેશ મિરાણી સંગરૂર જવા રવિવારે રવાના થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાન પૂર્ણ થતાં હવે અન્ય રાજ્યમાં મતદાન અગાઉ ભાજપે તેમના જૂના જોગીઓને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા સિનિયર આગેવાનોને અન્ય રાજ્યમાં વિવિધ બેઠકની જવાબદારી આપવામાં આવી રહી છે.
- Advertisement -
રાજકોટ શહેરના પૂર્વ મેયર ધનસુખ ભંડેરીને પંજાબની ગુરદાસપુર લોકસભા અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીને પંજાબની સંગરૂર લોકસભા બેઠક પર પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. બંને આગેવાનોને રવિવારે પંજાબ જવા રવાના થશે. પંજાબમાં અંતિમ સાતમા તબક્કામાં તા. 1 જૂને ચૂંટણી યોજાશે.