ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
શ્રી બાલાજી હનુમાનજી મહારાજ જેને સારંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ માનવામાં આવે છે, જ્યાં માથું મુકોને દુ:ખ દૂર થાય એટલે જ તો તેને મીની સારંગપુર કહેવામાં આવે છે, એ દાદાના સાનિધ્યમાં આજના અખાત્રીજના પવિત્ર દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે દાદાને કાચી કેરીનો દિવ્ય શણગાર કરાયો છે , આ દિવ્ય શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજના અખાત્રીજના પવિત્ર દિવસે હજારો ભકતો દાદાના દર્શને પધારશે અને ધન્યતાની અનુભૂતિ કરશે.