ફોરેન્સિક પીએમ અર્થે મૃતદેહ રાજકોટ ખસેડાયો : 6 સામે ફરિયાદ
યુવતીના પરિવારજનોએ સીમમાં લાશ ફૅંકી દીધી : હાઇવે ઉપર ચક્કાજામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને ચાર દિવસથી ગુમ થયેલા દીલીપભાઇ મુળાભાઇ વાઘેલા ઉમર વર્ષ 25 નામના યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવકની હત્યા કરી લાશને સળગાવી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી ચોટીલા નેશનલ હાઈવે પર ચક્કાજામ સર્જી દેતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હાઈવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ઘટનાના પગલે સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો
પોલીસે હત્યાનો ભોગ બનનાર દિલીપના પિતા મુળાભાઇ હમીરભાઇ વાઘેલા ઉ.55ની ફરિયાદ પરથી દેવસર ગામે રહેતાં નાગજી ગોવિંદભાઇ, સુખા રણછોડભાઇ, જયેશ નરસીભાઇ, રામા રણછોડભાઇ, દિનેશ કેહાભાઇ અને વાલા માનસીંગભાઇ વિરૂૂધ્ધ આઇપીસી 302, 201, 452, 504, 506 (2), એટ્રોસીટી એક્ટ હેઠળ ઘરમાં ગેરકાયદે પ્રવેશી મુળાભાઇને અને તેના પરિવારને મારી નાખાવની ધમકી આપી તેના દિકરાને કોઇપણ રીતે મારી નાખી લાશને સગેવગે કરવા પટવાળી સીમમાં નાખી દીધાનો ગુનો નોંધ્યો છે.
- Advertisement -
ગત 4 તારીખે મારા ભાઈ દિનેશભાઇએ કહેલું કે દેવસર ગામેથી ગનાભાઇનો ફોન હતો કે દેવસરના પ્રવિણભાઇ મેસરીયાની દિકરીને લઇને દિલીપ ભાગી ગયો છે. ગનાભાઇએ સંબંધના નાતે આપણને વાત કરી છે. આ પછી અમે દિલીપીને શોધવા દોડધામ કરી હતી. એ દરમિયાન રાતે આઠેક વાગ્યે દેવસરના નાગજીભાઇએ મને ફોન કરી કયાં છો? પુછતાં મેં તેને આણંદપુર રોડે છું તેમ કહેતાં તેણે અમે વીસ પચ્ચીસ જણા મળવા આવીએ છીએ તેમ કહ્યું હતું અને મારી સાથે એલફેલ બોલ્યા હતાં અને ધમકી આપી હતી કે અમારી છોકરી ગોતીને તને તારો છોકરો તૈયાર કરીને હાથમાં આપી દેવો છે, તૈયાર કરવા માટે હું માણસો લઇને આવેલ છું. તેમ વાત કરતાં મને બીક લાગતાં તબિયત લથડી હતી બીજા દિવસે તા.5ના રોજ અમે મારા દિકરા અને પ્રવિણભાઇની દિકરીને શોધવા કામે લાગ્યા હતાં.
ત્યાં મારા ભાઇ દિનેશભાઇના ફોન પર દેવસર ગામેથી કોઇનો ફોન આવ્યો હતો અને અમે અમારી દિકરી શોધી લીધી છે તેમ કહેતાં મારા ભાઇએ અમારો દિકરો ક્યા છે? તેમ પુછતાં તેણે હવે તમારો દિકરો ભૂલી જવાનો તેમ કહ્યું હતું. એ પછી દેવસર ગામ પાસે નાગજીભાઇ અમને મળતાં તેને અમારા દિકરા વિશે પુછતાં તેણે કહેલું કે-હવે તારો દિકરો જિંદગી આખી ભુલી જજે, કુતરા કાગડા ખાઇ ગયા હશે તેમ કહ્યું હતું. ત્યારબાદ મારા ભાઇ નથુભાઇએ વાત કરી હતી કે દેવસરના નાગજીભાઇ, સખુાભાઇ, જયેશભાઇ, રામભાઇ, દિનેશભાઇ વાલાભાઇ એમ બધા ઘરે આવ્યા હતાં અને અમારી દિકરી ક્યાં છે એ કહી દો નહિતર બધાને મારી નાખવા છે તેમ કહી ધમકી આપી જતાં રહ્યા છે.
અમારા દિકરાની શોધખોળ અમે ચાલુ રાખી હતી. એ દરમિયાન ગઇકાલે બુધવારે તા. 8ના બપોર બાદ રાજાવડ ગામની સીમમાં ઢોર ચરાવતાં યુવાન મારફત વાત મળી હતી કે સીમમાં એક યુવાનની લાશ પડી છે. આથી અમે બધાએ ત્યાં જઇ જોતાં એ લાશ અમારા દિકરા દિલીપની જ હોવાની ખાતરી થઇ હતી. તેના ડાબા હાથનું માંસ નીકળી ગયું હતું, હાડકુ દેખાતુ હતું. લાશ કોહવાઇ ગઇ હતી અને ખુબ વાસ આવતી હતી. એ પછી અમે પોલીસને જાણ કરી હતી.



