ઑનલાઇન અરજી પ્રક્રિયા શરૂ, 26 મે અંતિમ તારીખ: ગ્રેજ્યુએટ થયેલા 18થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર (ગ્રેડ 1 અને ગ્રેડ 2)ની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ પરની ભરતી માટે ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો છઠ્ઠી મેથી પ્રારંભ થયો છે. ઉમેદવારો 26મી મે સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારો gujarathighcourt.nic.in,, https;//hc-ojas.gujarat.gov.in વેબસાઇટથી અરજી કરી શકશે.
આ જગ્યાઓ માટે 18થી 35 વર્ષના ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. જ્યારે બંને પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. 750 એપ્લિકેશન ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 1500 ફી નક્કી કરવામાં આવી છે. ટ્રાન્સલેટર માટે 100 માર્કના એમસીક્યુ, 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ, 50 માર્કના વાઇવા વોઇસ લેવાશે.જ્યારે સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે 100 માર્કની એલિમિનેશન ટેસ્ટ, 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ, 50 માર્કની વાઈવા વોઈસ ટેસ્ટ લેવાશે.સ્ટેનોગ્રાફર માટે વય મર્યાદા 21થી 40 વર્ષ સુધીઅંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ 2): કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 120 વર્ડ પર મિનિટ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. વયમર્યાદા: 21 વર્ષથી 40 વર્ષ સુધી. અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3): કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન જરૂરી. વયમર્યાદા: 21 વર્ષથી 35 વર્ષ સુધી.