ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જુનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાય રહ્યું છે ત્યારે વેહલી સાવરે 7 વગ્યાથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અને મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી ત્યારે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર અને દત્ત શિખરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી હોશે હોશે મતદાન કરી અને લોકોને પણ રાષ્ટ્રના ઘડતરમાં અચૂક મતદાન કરવા લોકોને આહવાન કર્યું હતું.
- Advertisement -
ત્યારે ગીરનાર મંડળના સંતો દ્વારા ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી અને અન્ય મતદાર ભાઈ બેહનો વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.