ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.6
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહીયા, નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના આદેશ મુજબ રાજુલા શહેરમાં આવેલ સંઘવી હાઇસ્કૂલ ખાતે થી પ્રાંત કચેરી સુધી રન ફોર વોટ હેઠક વિશાળ માત્રામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 જેટલા કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને મતદારો જોડાયા હતાં.
- Advertisement -
આ તકે પ્રાંત અધિકારી મેહુલ બરાસરા,તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, મામલતદાર એ.કે. શ્રીમાળી તેમજ તાલુકાના અન્ય તમામ વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.