શાપરની લોર્ડઝ હોટલના મેનેજરએ નવસારીની બેલડી સામે નોંધાવી ફરિયાદ
દોઢ લાખનું બુચ મારી રાતોરાત નાસી જતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
શાપરમાં આવેલ લોર્ડ્ઝ હોટલમાં 25 દિવસ રોકાઈ ખાઈ પી મોજમજા કરી નવસારીના બે શખસોએ હોટલને દોઢ લાખનું બુચ મારી નાસી જતાં શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. મૂળ બિહારના અને હાલ શાપરમાં લોર્ડ્સ હોટેલમાં રહી નવ માસથી એકઝીકયુટીવ મેનેજર તરીકે નોકરી કરતાં મોહીતકુમાર તેજનારાયણ ઠાકુર ઉ.22એ નવસારીના ભાર્ગવ રમેશ ગઢવી અને સાહિલ રમેશ પરમાર સામે શાપર પોલીસમાં છેતરપીંડી અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.01/04/2024 ના તેઓ હોટલ પર ફરજ પર હાજર હતો તે દરમ્યાન ભાર્ગવ ગઢવી હોટલ ખાતે આવેલ અને હોટલમાં રુમ રાખવા માટે જણાવેલ જેથી લોર્ડસ હોટલના રજીસ્ટરમાં નોંધ કરી તેઓના આધારકાર્ડની નકલ મેળવી અને હોટલના રૂમનું એક દીવસનુ ભાડુ રૂ.2800 નકકી કરી રૂમ નં 303 આપ્યો હતો.
ત્યારબાદ સાંજના સમયે ભાર્ગવ ગઢવીનો મીત્ર સાહીલ પરમાર આવેલ અને તે પણ ભાર્ગવ ગઢવીની સાથે રોકાયો હતો. જેથી બે વ્યકતિ હોટલના રૂમમાં રોકાશો તો એક દિવસનુ ભાડુ રૂ.3360 થશે કહીં ભાર્ગવ ગઢવી પાસેથી રૂમનું એક દિવસનું ભાડુ માંગેલ જેથી તેઓએ કહેલ કે, મારૂ પાકીટ પડી ગયેલ છે અને હોટલનું પેમેન્ટ મારો મીત્ર સાહીલ પરમાર ચુકવી આપશે સાહીલે હું અહી શાપરમાં જ રહુ છું અને અમારે થોડા સમય અહી હોટલમાં રહેવાનુ છે તેવું જણાવ્યું હતું ભાર્ગવ ગઢવી અને સાહીલ પરમા2 બન્ને દરરોજ હોટલમાંથી જમવાનુ અને નાસ્તો મંગાવતા હતા જેનુ પણ પેમેન્ટ ચુકવેલ નથી. ત્યારબાદ ગઇ તા.25/04/2024ના બંને આરોપી હોટલના મેનેજમેન્ટને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર હોટલના રૂમનું ભાડુ તેમજ જમવાના અને નાસ્તાનુ સહીત રૂ.1,52,504 ચુકવ્યા વગર જતા રહ્યા હતાં બાદમાં આરોપીને ફોન કરતાં તેઓએ ફોન ન ઉપાડી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.