ટ્વિટર, ગૂગલ, ફેસબુક જેવી કંપનીઓ મહિલા સુરક્ષા માટે કમર કસી
ખાસ-ખબર સંવાદદાતા
આપણા સમાજમાં છાશવારે મહિલાઓને માત્ર જાતીના આધારે ઉતારી પાડવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મહિલાઓને આવું વારંવાર સહન કરવુ પડે છે. આવા કિસ્સાઓ વધતા સતત માંગ થઇ રહી છે કે મહિલાઓની સુરક્ષાને વધારી દેવી જોઇએ. જે પણ મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ જેથી આવી ઘટનાઓને નિયંત્રણમાં લાવી શકાય.
ટ્વિટર, ગૂગલ, ફેસબુક અને ટિકટોક જેવી ટેક કંપનીઓએ ઓનલાઇન ગુનાઓ દૂર કરવા તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓની સુરક્ષા વધારવા કમર કસી છે. આ કંપનીઓ દ્વારા વર્લ્ડ વાઇડ વેબ ફાઉન્ડેશન (ઠઠઠઋ)નો સંપર્ક કર્યા પછી જ આ માહિતી આપવામાં આવી છે.
- Advertisement -
ઠઠઠઋએ ગુરુવારે આ અંગે એક નિવેદન બહાર પાડતાં કહ્યું, ઓનલાઇન જાતી આધારિત હિંસા અને ગુનાઓ અંગેની અમારી બેઠક દરમિયાન મોટા પ્રમાણમાં મહિલાઓની એ માંગ રહી હતી કે કે તેમની પોસ્ટ પર કોણ ટિપ્પણી કરે છે તેનું નિયંત્રણ કરવાનો તેમને અધિકાર હોવો જોઈએ.
કેમકે કોઇ પોસ્ટ પર માત્ર મહિલા હોવાના કારણે ગમે તે કમેંટ પાસ કરી જાય અને મહિલાઓને અપમાનીત થવુ પડે તે અસહ્ય વાત છે. ઠઠઠઋએ જણાવ્યું હતું કે, ‘કંપનીઓ દ્વારા નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી કરવામાં આવશે. વેબ ફાઉન્ડેશને એમ પણ કહ્યું હતું કે દર વર્ષે તે કંપનીઓ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ અંગે જાણ કરશે.