રાજ્યમાં બે વર્ષના ગાળામાં 6100 ગરીબ પરિવારો વધ્યા
સૌથી વધુ ગરીબ પરિવાર બનાસકાંઠામાં અને ઓછાં પોરબંદરમાં
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષમાં કેટલા ગરીબ પરિવારોનો ઉમેરો થયો છે તે આંકડો હજી બહાર આવ્યો નથી. ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાયમાં એક ગણાય છે તેમ છતાં રાયમાં હાલ 31.41 લાખ પરિવારો એટલે કે અંદાજે 1.25 કરોડ જેટલી રાયની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ 6100 પરિવારનો ઉમેરો થયો છે. રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લામાં શૂન્યથી 16 ગુણાંકવાળા 1619226 પરિવારો અને 17 થી 20 ગુણાંકવાળા 1522005 પરિવારો મળીને કુલ 3141231 પરિવારો વસવાટ કરી રહ્યાં છે.
મોટી સંખ્યામાં ગરીબ પરિવારોનો ઉમેરો થયો હોય તેવા જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 2411 પરિવાર, રાજકોટમાં 1509, જૂનાગઢમાં 421, સાબરકાંઠામાં 380, વલસાડમાં 223, દેવભૂમિ દ્વારકામાં 196 અને દાહોદમાં 127 નો સમાવેશ થાય છે. સૌથી વધુ 236921 ગરીબ પરિવારોની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં અને સૌથી ઓછા 211 ગરીબ પરિવારો પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં 2019માં ગરીબ પરિવારોની સંખ્યા 30.94 લાખ હતી
- Advertisement -
તેમાં વધારો થઇને 31.41 લાખ થઇ છે. એક પરિવારમાં ચાર સભ્યોની સંખ્યા ગણવામાં આવે તો રાયમાં ગરીબ લોકોની સંખ્યા 1.25 કરોડ થઇ છે તેવું કહી શકાય.