ATSની તપાસમાં થયા અનેક ચોંકાવનારા ખુલાસા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
- Advertisement -
પાકિસ્તાનથી 61 કરોડની કિંમતનું 176 કિલો હશીશ લાવવામાં કચ્છના શખ્સની મહત્વની ભૂમિકા હોવાનું ATSની તપાસમાં ખૂલ્યું છે.
સલાયાની બોટમાં પાકીસ્તાનના પશની બંદર જઈને ડ્રગ્સનો જથ્થો લઇને આવવાના પ્રથમ કિસ્સામાં માંડવીના અલી અસગર નામના શખ્સની ભૂમિકા નોંધપાત્ર જણાઇ છે. કચ્છના માંડવીને અલી અસગર હોલેપોત્રા અને પાકીસ્તાનના ફીદાઅલીની મીત્રતા મહારાષ્ટ્રના મંગેશે કરાવી હતી. અલી અસગર પાકીસ્તાનનો ફીદાઅલીને દુબઈમાં આવેલી સોમાલીયાકેનિટનમાં મળ્યો હતો અને એ સમયે નશીલા દ્રવ્યની હેરાફેરી અંગે વાતચીત થઈ હતી. આ પછી ડ્રગ્સનો જથ્થો મગાવનાર મહારાષ્ટ્રના બીડના કૈલાસ સાથે પાકીસ્તાનના ડ્રગ્સ ડીલર ફીદાઅલી સાથે અલી અસગરે મીટીંગ કરાવી હતી. મંગેશનો જથ્થો લઇને આવતા મંગેશ ટંડેલ ઝડપાયોહતો.
મંગેશ ડ્રગ્સ લઈને આવવા માટે હિસ્ટ્રીશીટર હરીને પણ સામેલ કર્યો હતો. આવનારા દિવસોમાં ગુજરાત અઝજ ની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થશે. કચ્છના અલી અસગર અને પાકિસ્તાનના ફીદાઅલીનો સંપર્ક કરાવનાર મંગેશ ટંડેલને ડરાવવા હિસ્ટ્રીશીટર હરીને સામેલ કર્યો. ATS, NCB અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકા નજીક એક ભારતીય ફિશીંગબોટમાંથી રૂપિયા 61 કરોડની કિંમતનો હશીશનો 173 કિલો જેટલો માતબર જથ્થો જપ્ત કર્યો હતો આ અનુસંધાનમાં મહારાષ્ટ્રના 4 વ્યક્તિ સહિત 5 લોકોની અટકાયત કરી હતી ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપી ઓસલાયાથી ફિશીંગ માટેની બોટ ભાડે લઈને પાકિસ્તાનની જળસીમામાં પશની નજીક પહોંચ્યા હતા. ભારતીય બોટમાં પાકિસ્તાની જઈ ડ્રગ્સ લીધાનો પ્રથમ કિસ્સો જ્યાંથી ડ્રગ્સ ડીલેવરી લઈને દ્વારકા પરત આવી રહ્યા હતા. ત્યારે ATS ના ડી.વાય.એસ.પીકે.કે.પટેલની ચોક્કસ બાતમીના આધારે ઝડપાઈ ગયા હતા.
- Advertisement -
ATSની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે,હશીશ લાવવાના કારસ્તાનમાં મહારાષ્ટ્રના બીડના કૈલાસ રાનપ અને અહમદનગર નામંગેશ ઉર્ફે સાહુઆરોટેની ભૂમિકા મહત્વની છે. ડ્રગ્સના હેરાફરીના સમગ્ર ઘટનાક્રમની શરૂઆત માંડવીના અલીઅસગર હોલેપોત્રા સાથે જોડાયેલી છે. માછીમારી કરતો અલી અસગર દુબઈ અવરજવર કરતો હતો. દુબઈમાં આવેલી સોમાલીયા કેન્ટીનમાં ડ્રગ્સનાં ધંધાર્થીઓની અવરજવર થતી રહે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે મંગેશને કેન્ટીનમાં અલી અસગર પાકિસ્તાનથી હશીશનો ગોરખધંધો કરતા ફિદાઅલીને મળ્યો હતો ફિદાઅલી એહશીશનું વેંચાણ કરવાનું નેટવર્ક ગોઠવવા વાત કરી હતી.
પરત ફર્યા પછી અલી અસગરે આ અંગે મહારાષ્ટ્રમાં પોતાના મિત્ર મંગેશઆરોટને આ બાબતે વાતચીત કરી હતી થોડા સમય પછી અલીઅસગર સાથે કૈલાસ ગયો હતો અને ત્યાં ફિદાઅલી સાથે મુલાકાત કરાવી હતી અને ડ્રગ્સનો સોદો થયો હતો હશીશનો જથ્થો લેવા માટે ફિશિંગના બહાને સલાયાની બોટ ભાડે કરવામાં આવી હતી. બોટમાં ટંડેલને ડરાવવા માટે મંગેશ આરોટે પોતાની સાથે હરિદાસ ફૂલાને બોટમાં લઈ ગયો હતો હરિદાસ સામે કીડનેપીંગ અને હત્યા સહિતના ગુના નોંધાયેલા છે. અઝજ દ્વારા મંગેશ ઉર્ફે સાહુઆરોટે (રહે.ગઠવાણ, ચિત્તલગઢે, અહમદનગર મહારાષ્ટ્ર) અને હરિદાસફૂલા (રહે.અહમદનગર, મહારાષ્ટ્ર) ને બોટમાંથી ઝડપી લીધા બાદ તેમની સાથે સંકળાયેલા કૈલાસ વેજીનાથરાનપ (રહે.બીડ મહારાષ્ટ્ર), દત્તાસખારામઅંદાલે (રહે.ઉલ્હાસનગર મહારાષ્ટ્ર) ને દેવભૂમિ દ્વારકાથી અને અલી અસગરઆરીફ (રહે.માંડવી,કચ્છ) ખાતેથી ઝડપી લેવાયા હતા તમામ આરોપીઓને રિમાન્ડ ઉપર મેળવવા અઝજ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી.