ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. હાલ પીએમ મોદી આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધન કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
પીએમ મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરી
- Advertisement -
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યુ કે 7 તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ‘પહેલા 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જ્યારે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગોટાળા થયા હોય તેવી ખબર નથી આવી.’
Live: સુરેન્દ્રનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીનું વિજય વિશ્વાસ સભાને સંબોધન. સ્થળ: ત્રિમંદિર મેદાનની સામે, સુરેન્દ્રનગર- રાજકોટ રોડ, સુરેન્દ્રનગર #ભાજપ_સાથે_ગુજરાત https://t.co/DLvSJeqeGZ
— BJP Gujarat (@BJP4Gujarat) May 2, 2024
- Advertisement -
સૌરાષ્ટ્રે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો :પ્રધાનમંત્રી મોદી
અગાઉ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનની સામે જનસભાને સંબોધન કરી રહ્યા છે. પોતાના ભાષણની શરુઆતમાં જ વડાપ્રધાને કહ્યું હતું કે ‘મારી શાસકી કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઈ હતી. મને પહેલીવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે બનાવ્યો છે. એટલે હું હંમેશા ગુજરાતનો ઋણી રહીશ.’
વલ્લભ વિદ્યાનગરમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે વડાપ્રધાન મોદીએ આણંદમાં જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, કે ‘કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં ભારતની 60 ટકા ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતું, 10 વર્ષમાં અમે બનાવ્યા. માત્ર ત્રણ કરોડ ગ્રામીણ ઘર સુધી જ નળથી પાણી પહોંચતુ, અમે 10 વર્ષમાં 14 કરોડ નળથી જળ પહોંચાડ્યું. 10 વર્ષમાં અમે 50 જનધન બેન્ક ખાતા ખોલાવ્યા.’ આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ‘આ ગુજરાતી ચા વાળાએ દેશની અર્થવ્યવસ્થા 11માં નંબરથી પાંચમા સ્થાને પહોંચાડી.’
પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર કર્યો કટાક્ષ
વલ્લભ વિદ્યાનગરમાં ભારે જનમેદની વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘આતંકી એક્સપોર્ટ કરનાર અત્યારે લોટ માટે તરસે છે.’ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘પાકિસ્તાનના લોકો શેહજાદાને પ્રધાનમંત્રી બનાવવા માગે છે.’
પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે
પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના લોકોએ 60 વર્ષ સુધી કોંગ્રસનું શાસન જોયું છે જ્યારે લોકોએ ભાજપના દસ વર્ષના સેવાકાળને પણ જોયું છે. પહેલા શાસનકાળ હતો, હવે સેવા કાળ છે.
પ્રધાનમંત્રી મોદીનું વલ્લભ વિદ્યાનગરથી સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદના વલ્લભ વિદ્યાનગરથી સંબોધન કર્યું છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હુતું કે ‘આઝાદીના 100 વર્ષે ભારત વિકસિત હોવો જોઇએ. આણંદના લોકોને સમજાવવુ નહીં પડે કે વિકસિત ગુજરાત કેવુ હશે, કેમ કે તેમણે આખી દુનિયા જોયેલી છે.’ વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે ‘140 કરોડ લોકોના સપના પુરા કરવા મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદારની ભૂમિ પરના આશીર્વાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે.’
હવે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ક્યાં ચૂંટણી રેલી કરશે?
• વઢવાણ, લોકસભા વિસ્તાર: સુરેન્દ્રનગર, રાજકોટ,ભાવનગર
• જૂનાગઢ, લોકસભા વિસ્તાર: જૂનાગઢ, પોરબંદર, અમરેલી
• જામનગર, લોકસભા વિસ્તાર: જામનગર, પોરબંદર
બુધવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા
અગાઉ બુધવારે ગુજરાતમાં પહોંચીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથીમા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી.
આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી… તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમના (કોંગ્રેસ)માં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.