ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.1
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીની તાલીમ અને પોસ્ટલ બેલેટથી થઇ રહેલ મતદાન મથકની મુલાકાત લીધી હતી. શહેરમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે 84- કુતિયાણા વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓને ફરજ દરમિયાન રાખવાની થતી તકેદારી અને પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં ચોકસાઈ રાખી એક પણ મત ન વેડફાય તેની કાળજી લેવા કલેકટરઆએ માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે 84- કુતિયાણા વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જવાહર નવોદય વિદ્યાલયમાં આયોજિત તાલીમના સ્થળે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.ડી. લાખાણી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી, અહી યોજાનાર તાલીમનું નિરીક્ષણ કરી જરૂરી સુચનો માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ અહીં 84- કુતિયાણા વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી થઈ રહેલ મતદાનની પ્રક્રિયાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મતદાન દરમિયાન જરૂરી સૂચનો સ્થળ પર ફરજ બજાવતા કર્મચારીઓને જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા આપવામાં આવ્યા હતા. આ તકે મદદનીશ ચૂંટણી અધિકારી અને કુતિયાણાના પ્રાંત અધિકારી પારસ વાંદા ઉપસ્થિત રહ્યા હતા.