ગર્ભમાં બાળકીની માહિતી મળશે, તો જન્મ પછી તેનો જીવ બચાવી શકીએ
તમામ ડૉક્ટરોને ગુનેગાર અને જીવન વિરોધી માનવા ખોટું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.01
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વડા આરવી અશોકને કહ્યું છે કે ભ્રૂણના લિંગની તપાસ કરવા પર પ્રતિબંધ લગાવવાથી સ્ત્રી ભ્રૂણ હત્યા રોકી શકાય છે, પરંતુ બાળકીના જન્મ પછી તેની હત્યાને રોકી શકાતી નથી. સમાચાર એજન્સી ઙઝઈંને આપેલા ઈન્ટરવ્યૂમાં અશોકને આ વાત કહી. તેમણે કહ્યું કે ઈંખઅ હાલના પ્રી-કન્સેપ્શન અને પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક (PC-PNDT) એક્ટમાં ફેરફાર માટે એક દસ્તાવેજ તૈયાર કરી રહી છે. હાલનો કાયદો ગર્ભના લિંગને નિર્ધારિત કરવા માટે પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક તકનીકોને પ્રતિબંધિત કરે છે અને આ કરનાર ડોક્ટરને તે જવાબદાર ઠેરવે છે. આમાં અમારા તરફથી એક સૂચન એ છે કે શા માટે પહેલા ભ્રૂણના લિંગને જાણી લેવામાં આવે અને પછી તેનું રક્ષણ કરવામાં આવે. અશોકને કહ્યું કે તમે સામાજિક દુષણ માટે તબીબી ઉકેલો પર આધાર રાખી શકતા નથી. શું અમારું સૂચન કામ કરશે કે તે વ્યવહારુ છે? ચાલો આની ચર્ચા કરીએ. જો તમે સામાજિક દુષણને સુધારશો નહીં તો સ્ત્રી ભ્રૂણહત્યા બંધ થઈ જશે પણ બાળકીઓને જન્મ્યા પછી મારી નાખવામાં આવશે.
અશોકને કહ્યું કે તેમના દૃષ્ટિકોણથી PC-PNDTએક્ટ સંપૂર્ણપણે ટ્વિસ્ટેડ છે, તે ફક્ત વર્તમાન પરિસ્થિતિને જ જુએ છે અને તેમાં NGOની મોટી ભૂમિકા છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી એ પણ અમારી પ્રાથમિકતાઓમાંની એક છે, પરંતુ અમે આ કાયદામાં વર્ણવેલ પદ્ધતિ સાથે સહમત નથી. જેના કારણે ડોક્ટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
- Advertisement -
જો વર્તમાન સિસ્ટમમાંથી એક કાયદો દૂર કરી શકાય છે, તો અમે PC-PNDT એક્ટ દૂર કરવા માંગીએ છીએ. આ કાયદાને આ વ્યવસ્થામાં સ્થાન મળવું જોઈએ નહીં. ડોક્ટર્સ એસોસિએશન ઘણા સમયથી PC-PNDT એક્ટ પર પુનર્વિચારની માગ કરી રહ્યું છે. બાળકીને બચાવવાના મામલે અમારો અભિગમ અલગ નથી. અમારો હેતુ એ પણ છે કે છોકરીનો જીવ બચવો જોઈએ. પરંતુ, તમામ ડોકટરો ગુનેગાર અને જીવન વિરોધી છે એવું માનવું ખોટું છે. અશોકને કહ્યું કે નિયમો કહે છે કે મશીનોને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડી શકાતા નથી. ફોર્મ F ન ભરવાને પણ સ્ત્રી ભ્રૂણહત્યા સમાન માનવામાં આવે છે. PC-PNDT એક્ટ હેઠળ, ગર્ભવતી મહિલાનો તબીબી ઇતિહાસ અને અલ્ટ્રાસાઉન્ડ કરવાનું કારણ ફોર્મ Fમાં નોંધવામાં આવે છે. વર્તમાન કાયદા હેઠળ યોગ્ય રીતે ફોર્મ F ન ભરનારા ડોકટરોને ભ્રૂણની તપાસ કરનારા ડોકટરો સમાન સજા આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જો તમે ફોર્મ ઋ ન ભરો તો તમે સ્ત્રી ભ્રૂણહત્યા કરો છો. આ કેવી રીતે સ્વીકારી શકાય?
અશોકને કોઈમ્બતુરની 15 દિવસ જૂની ઘટનાનું વર્ણન કર્યું, જ્યારે એક સ્ત્રી રોગચિકિત્સકને ફોર્મ F ન ભરવા બદલ ત્રણ વર્ષની જેલમાં મોકલવામાં આવ્યા. આ કાયદો NGO પર આધારિત છે, જેને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. તે સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવ્યો છે.
અશોકને કહ્યું કે તેથી જ અમે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ અને વિચારીએ છીએ કે શા માટે ભ્રૂણનું લિંગ જાણી, સ્ત્રી ભ્રૂણને ઓળખી પછી તે છોકરીને બચાવી શકાય. આ શક્ય છે. સ્ત્રી ભ્રૂણને ટેગ કરો, જુઓ તેની સાથે શું થાય છે. માતા પર નજર રાખો અને જુઓ કે બાળકનો જન્મ સામાન્ય રીતે થાય છે.